બાથરૂમ સિંગર્સ માટે મસ્ટ છે આ બ્લુટૂથ સ્પીકર

23 April, 2021 01:48 PM IST  |  Mumbai | Aparna Shirish

આજની જનરેશન જેમના માટે મ્યુઝિક જ સર્વોપરી છે તેમનો વિચાર આઇફોક્સ નામની કંપનીએ કર્યો છે

બ્લુટૂથ સ્પીકર

ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિએ. ગાના આએ યા ન આએ ગાના ચાહિએ...

મ્યુઝિક લવર્સ અને ખાસ કરીને આજની જનરેશન જેમના માટે મ્યુઝિક જ સર્વોપરી છે તેમનો વિચાર આઇફોક્સ નામની કંપનીએ કર્યો છે. તેમણે ખાસ મ્યુઝિક લવર્સ, ટીનેજર્સ અને બાથરૂમ સિંગર્સને ધ્યાનમાં રાખીને iFox iF012 મૉડલનાં બ્લુટૂથથી ચાલતાં શાવર સ્પીકર બનાવ્યાં છે. નહાતી વખતે જેથી તેઓ સ્નાન કરતા સમયે પણ મ્યુઝિકથી વંચિત ન રહી જાય. આ પહેલાં પણ કેટલીક કંપનીઓએ શાવર સ્પીકર લૉન્ચ કર્યાં છે, પણ આઇફોક્સનો દાવો છે કે તેમનાં સ્પીકર માત્ર વૉટરપ્રૂફ જ નહીં, ત્રણ ફુટ પાણીમાં ડૂબી જાય તોય ચાલે છે. વળી આ સ્પીકરની કિંમત બીજી કંપનીઓ કરતાં ઘણી ઓછી છે.

આ સ્પીકર બાથરૂમ, બીચ, પૂલ કે ઇવન આઉટડોર ઍક્ટિવિટી વખતે પણ સાથે લઈ જઈ શકાય એટલું હૅન્ડી છે. સ્માર્ટફોન સ્પીકર તરીકે પણ કામ આપે છે. એક વાર ફુલ્લી ચાર્જ કરેલું હોય તો દસ કલાક ચાલે છે અને ત્રણ કલાકમાં ફુલ રીચાર્જ થઈ જાય છે.

સ્પીકરની સાથે સક્શન કપ્સ લગાવેલા છે એ એટલા સ્ટ્રૉન્ગ છે કે બાથરૂમની સિરામિકની ટાઇલ્સ, ગ્લાસ કે કોઈ પણ સ્મૂધ સર્ફેસ પર સરળતાથી ચીપકી જાય છે.

કંપનીના આ વૉટરપ્રૂફ સ્પીકરનો દાવો એટલો સ્ટ્રૉન્ગ છે કે એની સાથે ૧૨ મહિનાની ૧૦૦ ટકા મનીબૅક ગૅરન્ટી પણ છે.

કિંમત: ૨૨૬૪ રૂપિયા

ક્યાં મળશે - ઍમેઝૉન અને iFox કંપનીની સાઇટ પર

columnists