WhatsAppના આ ફીચર્સ તમને થઈ શકે છે ઉપયોગી

16 September, 2019 08:04 PM IST  |  મુંબઈ

WhatsAppના આ ફીચર્સ તમને થઈ શકે છે ઉપયોગી

વ્હોટ્સ એપનો ઉપયોગ ફક્ત મેસેજિંગ માટે નહીં પરંતુ વીડિયો કૉલિંગ માટે પણ થાય છે. એટલું જ નહીં યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને વ્હોટ્સ એપ પણ નવા ફીચર્સ સામેલ કરતી રહે છે. કંપની રોજ નવા નવા ફીચર્સ પર રિસર્ચ કરતી રહે છે. તાજેતરમાં પણ કંપની ભવિષ્યના કેટલાક ફીચર્સ પર કામ કરી રહી છે, જે યુઝર્સને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો જાણીએ કેટલાક એવા ફીચર્સ વિશે જે ટૂંક સમયમાં યુઝર્સને મળવાના છે.

WhatsApp Pay

આ ફીચરને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કંપનીએ 2017માં જ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. પરંતુ ભારત સરકારના નિયમોને પૂરા કરવા માટે આ ફીચર લોન્ચ નહોતું કરાયું. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં વ્હોટ્સ એપ પેનું ફીચર ઉપલબ્ધ થઈ જશે. આ ફીચર્ને કારણએ યુઝર્સ કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફ રકીર શકે છે. ખાસ કરીને નાના બિઝનેસમેન માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Group invitation

આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે હંમેશાવ વ્હોટ્સ એપ યુઝર્સને ન ઈચ્છવા છતા પણ કેટલાક ગ્રુપમાં સામેલ થવું પડે છે. ત્યારે આ ફીચરની મદદથી તમને ગ્રુપ ઈન્વિટેશન મળશે. આ માટે યુઝર્સે સેટિંગમાં જઈને નો બડી વિકલ્પ પસંદ કરવો પડશે. બાદમાં તમને કોઈ તમારી મરજી વગર ગ્રુપમાં સામેલ નહીં કરી શકે.

હાઈડ રીડ રિસીપ્ટ

આ ફીચર વ્હોટ્સ એપમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. તેની મદદથી તમે વાંચેલા મેસેજને હાઈડ કરી શકો છો. એટલે કે તમે કોઈનો મેસેજ વાંચ્યો છે, પણ તમે દેખાડવા નથી માગતા કે તમે વાંચ્યો છે, તો સામેના વ્યક્તિને બ્લૂ ટિક નહીં દેખાય. આ માટે તમારે સેટિંગમાં પ્રાઈવસીમાં રીડ રિસીપ્ટ જઈને બ્લૂ ટિકનો ઓપ્શન હટાવવો પડશે.

tech news technology news