આ iPhones પર 1 ફેબ્રુઆરી 2020 બાદ નહીં ચાલે WhatsApp

12 October, 2019 05:30 PM IST  |  મુંબઈ

આ iPhones પર 1 ફેબ્રુઆરી 2020 બાદ નહીં ચાલે WhatsApp

1 ફેબ્રુઆરી 2020 બાદ કેટલાક ફોન પર નહીં ચાલે WhatsApp

ઈન્સટન્ટ મેસેન્જિંગ એપ WhatsAppનો ઉપયોગ દુનિયાના અનેક યૂઝર્સ કરે છે. પરંતુ તો તમને અચાનક ખબર પડે કે તમારા ફોનમાં WhatsApp અચાનક કામ કરવાનું બંધ કરી દેશે તો તમારું રીએક્શન કેવું હશે? તમને જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા અહેવાલો આવ્યા હતા કે iOS 7કે તેનાથી નીચેના વર્ઝન્સ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે આવેલી નવી ખબર પ્રમાણે iOS 8 પર પણ WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે એક નવી ખબર પ્રમાણે, iOS 8 પર પણ 1 ફેબ્રુઆરી 2020થી WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

ફોન કરવો પડશે અપગ્રેડ
જો તમે અત્યાર સુધી iOS8થી તમારો ફોન અપગ્રેડ નથી કર્યો તો જલ્દી જ કરી લો. કારણ કે જો તમે એવું નથી કરતા તો તમે તેના પર 1 ફેબ્રુઆરી 2020થી WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો. એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે iOS 8 પર તમે નક્કી કરવામાં આવેલા સમય બાદ ન તો નવું એકાઉન્ટ ખોલી શકશો ન તો રિવેરિફાઈ કરી શકશો.

શું કહે છે WhatsApp?
WhatsAppએ કહ્યું છે કે સારા અનુભવ માટે તમે iOSનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લો. સાથે જ અમે કોઈ પણ જેલબ્રેક કરેલી ડિવાઈસને પ્રતિબંધિત નથી કરતા. પરંતુ અમે તેને સપોર્ટ પણ નથી કરતા. કારણ કે જેલબ્રેક કરવાથી ડિવાઈસ પ્રભાવિત થઈ શકે છે.

એન્ડ્રૉઈડના આ વર્ઝન્સ પર નહીં ચાલે WhatsApp
કંપનીએ એવું પણ કહ્યું હતું કે 2.3.7 કે તેનાથી જૂના એન્ડ્રૉઈડના વર્ઝનમાં યૂઝર્સ નવું અકાઉન્ટ નહીં બનાવી શકે કે ન તો જૂના અકાઉન્ટને રિવેરિફાઈ કરી શકશે. જો કે આ તમામ યૂઝર્સ 1 ફેબ્રુઆરી 2020 સુધી WhatsApp વાપરી શકશે. તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2019થી જ WhatsAppને માઈક્રોસોફ્ટ સ્ટોરમાંથી હટાવી લેવામાં આવ્યું હતું.

tech news