આ 7 એપ્લિકેશન્સ કરી રહી છે તમારી જાસૂસી, તરત કરો ડીલીટ

18 July, 2019 02:46 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

આ 7 એપ્લિકેશન્સ કરી રહી છે તમારી જાસૂસી, તરત કરો ડીલીટ

સાવધાન..તમારી જાસૂસી કરી રહી છે આ એપ્સ...

ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી 7 સ્ટૉકર એપને રિમૂવ કરી દીધી છે. આ એપ્લિકેશન્સ એવામાં છે જે બાળકોની સુરક્ષા અને ખોવાયેલા ફોનને શોધવાનું કામ કરે છે. પરંતુ તેઓ યૂઝર્સ પર નજર રાખે છે. તેઓ યૂઝર્સની જાણકારીને સ્ટૉક કરે છે. આ એપ યૂઝર્સના લોકેશન્સ, કોન્ટેક્સ, SMS અને કૉલ હિસ્ટ્રીની જાણકારી રાખે છે. એન્ટી વાયરસ કંપની અવાસ્ટના મોબાઈલ થ્રેટ રીસર્ચર્સએ ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એવી એપ્લિકેશન્સ ડિેટેક્ટ કરી છે જે યૂઝર્સના પર્સનલ ડેટાને ટ્રેક કરે છે. માનવામાં આવી રહ્યું છે કે આ એપ્લિકેશન્સ રશિયાના ડેવલપર્સે ડિઝાઈન કરી છે.

અવાસ્ટે અહેવાલ જાહેર કર્યા છે કે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરે રીમૂવ કરી દીધી છે. આ એપ્લિકેશન્સને 1 લાખ 30 હજાર વાર ડાઉનલોડ કરવામાં આવી છે. જેમાં સ્પાય ટ્રેકર અને SMS ટ્રેકર પણ સામે છે. જેને 50 હજાર વાર ઈન્સ્ટૉલ કરવામાં આવી છે. અવાસ્ટના હેડ ઑફ મોબાઈ થ્રેટ ઈન્ટેલિજન્સ અને સિક્યોરિટી નિકોલસ ક્રિસેડોસે કહ્યું છે કે આ એપ્સ લોકોની સિક્યોરિટી માટે અનૈતિક અને સમસ્યા ઉભી કરે તેમ છે. તેમણે ગૂગલ પ્લે સ્ટોર પર ન હોવું જોઈએ.

આ પણ વાંચોઃ લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી.

એ કહેવું થોડું મુશ્કેલ છે કે તમારા સ્માર્ટફોનમાં સ્ટૉકવેર ઈન્સટોલ થયેલા છે કે નહીં કારણ કે તેનો કોઈપણ આઈકન સ્માર્ટફોનમાં નથી દેખાતો. આ એપ્લિકેશન્સને એ ફોનનું એક્સેસ જોઈએ જેના પર તેઓ જાસૂસી કરવા માંગે છે. આ એપ્સ ફોનમાં ઈંસ્ટૉલ હોવા છતા યૂઝરને તેનું ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ નાખવાનું કહે છેજે બાદ યૂઝરની એપ પર જાસૂસી કરે તેવી એપ મોકલી દે છે. જો કે તેનો કોઈપણ આઈકન દેખાતો નથી. પરંતુ તે તમારા ફોનને નુકસાન કરી શકે છે. જેથી તેમનાથી સાવધાન રહેવું જરૂરી છે.

google tech news