Telegramમાં આવ્યું વીડિયો કૉલિંગ ફિચર, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી લેસ

17 August, 2020 09:57 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Telegramમાં આવ્યું વીડિયો કૉલિંગ ફિચર, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી લેસ

ટેલિગ્રામ

સિક્યોરિટી ફૉકસ્ડ ઇંસ્ટેન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ(Telegram)માં વીડિયો કૉલિંગ સપોર્ટ(Video calling Support) શૅર કર્યું છે. કંપનીએ આ ફિચર એન્ડ્રૉઇડ અને આઇફોન બન્ને માટે જાહેર કર્યું છે.

નોંધનીય છે કે 14 ઑગસ્ટના ટેલીગ્રામે પોતાની 7મી વર્ષગાંઠ ઉદવી અને આ દરમિયાન કંપનીએ વીડિયો કૉલિંગ લૉન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું કે ફેસ ટુ ફેસ કૉમ્યુનિકેશનની જરૂરિયાત વધી રહી છે અને આ માટે આ રજૂ કરવામાં આવી રહ્યું છે.

ટેલિગ્રામ પ્રમાણે વીડિયો કૉલિંગ ફિચર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે અને યૂઝર્સ આ વેરિફાઇ પણ કરી શકે છે. વેરિફાઇ કરવાની રીત એવી જ છે જેવી નૉર્મલ ટેલિગ્રામ કૉલિંગની હોય છે. બન્ને તરફથી લોકો ઇમોજી સિલેક્શન દ્વારા વેરિફાઇ કરી શકે છે અને કૉલિંગ સિક્યોર કરી શકે છે.

ટેલિગ્રામે જણાવ્યું કે વીડિયો કૉલ્સમાં પિક્ચર ઇન પિક્ચર મોડ પણ આપવામાં આવ્યું છે. એટલે વીડિયો કૉલિંગ કરતી વખતે મલ્ટીટાસ્કિંગ પણ કરી શકાય છે. જેમકે વીડિયો કૉલિંગની સાથે સાથે અન્ય મેસેજિસના રિપ્લાય પણ આપી શકાશે.

ટેલિગ્રામનો આ વીડિયો કૉલિંગ હાલ વન ઑન વન છે કે એટલે કે તમે માત્ર એક જ વ્યક્તિ સાથે વીડિયો કૉલ કરી શકશો. ગ્રુપ વીડિયો કૉલિંગનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. જો કે કંપનીએ એ પણ ક્લિયર કરી દીધું છે કે આગામી મહિનાઓમાં કંપની ગ્રુપ વીડિયો કૉલ ફિચર પણ લૉન્ચ કરશે.

વીડિયો કૉલ કરવું સરળ છે અને પ્રોસેસ ઑડિયો કૉલિંગ જેવી જ હશે. કૉન્ટેક્ટ પર જઈ કૉલિંગ આઇકૉન પ્રેસ કરવાનું રહેશે. પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાં આ એપ અપડેટ કરી શકાય છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ટેલિગ્રામે અનેક નવા ફિચર્સ લૉન્ચ કર્યા છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ફાઇલ શૅરિંગનું ફિચર છે. આ અંતર્ગત હવે 2GB સુધીની ફાઇલ શૅર કરી શકાય છે. મહત્વની વાત એ છે કે કોઇપણ પ્રકારની ફાઇલ્સ સેન્ડ કરી શકાય છે.

tech news technology news