વોટ્સએપ બંધ થતાં ટેલિગ્રામની લોટરી લાગી ગઈ, એક જ દિવસમાં જોડાયા આટલા કરોડ લોકો

06 October, 2021 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેસબુકે જણાવ્યું હતું કે આ વિક્ષેપથી વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સેવાઓનો ઉપયોગ કરતા 3.5 અબજ વપરાશકર્તાઓને અસર થઈ છે.

પ્રતિકાત્મક તસવીર

વિશ્વભરમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સેવાઓ સોમવારે થોડા કલાકો માટે બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન, મેસેજિંગ એપ ટેલિગ્રામને ઘણો ફાયદો થયો છે. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સેવાઓના વિક્ષેપ દરમિયાન 70 મિલિયનથી વધુ નવા વપરાશકર્તાઓ ટેલિગ્રામ પર જોડાય હતા, એમ સ્થાપક પાવેલ દુરોવે મંગળવારે જણાવ્યું હતું. કારણ કે, તેણે વિશ્વભરના લોકોને મુખ્ય મેસેજિંગ સેવાઓ વગર લગભગ છ કલાક સુધી જોડાયેલા રાખ્યા હતા.

ફેસબુકે જણાવ્યું હતું કે આ વિક્ષેપથી વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સેવાઓનો ઉપયોગ કરતા 3.5 અબજ વપરાશકર્તાઓને અસર થઈ છે.

દુરોવે કહ્યું કે “ટેલિગ્રામનો દૈનિક વિકાસ દર અતિશય છે અને અમે એક જ દિવસમાં અન્ય પ્લેટફોર્મ પરથી 70 મિલિયન નવા વપરાશકર્તા ઉમેર્યા છે.” દુરોવે કહ્યું કે “યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલાક વપરાશકર્તાઓને ઓછી ઝડપ મળી રહી છે. કારણ કે, અચાનક જ લાખો લોકો એક જ સમયે સાઇન અપ કરવા માટે ઉમટી પડ્યા હતા, પરંતુ આ સેવા મોટાભાગના લોકો માટે રાબેતા મુજબ કાર્યરત હતી.

રશિયાએ કહ્યું કે આ ઘટનાએ મોસ્કો માટે પોતાનું સાર્વભૌમ ઈન્ટરનેટ પ્લેટફોર્મ અને સોશિયલ નેટવર્ક વિકસાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપ વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. તેમાં ખામી સર્જાતા તેના વપરાશકર્તાઓયે બીજા વિકલ્પરૂપે ટેલિગ્રામને પસંદ કર્યું હતું અને તેને જ પરિણામે ટેલિગ્રામને ખૂબ જ ફાયદો થયો હતો. આ ત્રણ સેવાઓ ખંડિત થતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ૬ કલાકના આઉટેજ છતાં કંપની તરફથી સત્તાવાર રીતે તેના કારણ પર પ્રકાશ પાડવામાં આવ્યો નથી.

tech news technology news whatsapp facebook instagram