1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે તમારી TV જોવાની રીત, જાણો વિગતો

30 January, 2019 12:15 PM IST  | 

1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે તમારી TV જોવાની રીત, જાણો વિગતો

પ્રતાકાત્મક તસવીર

ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (TRAI)એ કેબલ ટીવી અને ડાયરેક્ટ ટૂ હોમ સબ્સક્રિપ્શનના નિયમોમાં બદલાવ કર્યા છે જે 1 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે. ત્યાં સુધી કેબલ ઑપરેટર્સ અને ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર પોતાના પ્લાન્સને ચાલુ રાખી શકે છે. જોકે, વધારે યૂઝર્સ આ પ્લાન્સથી વધારે ખુશ નથી. કારણકે આ પ્રોવાઈડર્સના ચેનલ પેક્સમાંથી યૂઝર્સના કામના પસંદગીના ચેનલ્સ જ હોય છે. આપણા મનપસંદ ચેનલ્સને જોવા માટે એમણે પૂરા પ્લાનના પૈસા આપવાના રહે છે. યૂઝર્સ એવા ચેનલ્સ માટે પણ પૈસા આપે છે જે તેમને જોવા નથી. આ સમસ્યાનું નિદાન કરવા માટે TRAIએ કેબલ ટીવીના નિયમોમાં બદલાવ કરી દીધા છે.

કેબલ ટીવીના નિયમોમાં થયા બદલાવ:

હેઠળ વપરાશકર્તાઓએ ફક્ત એ જ ચેનલ્સના પૈસા આપવાના રહેશે જે તેઓ જોવાનું પસંદ કરે છે. એનાથી યૂઝર્સને ટીવીના ખર્ચા પણ ઓછા થઈ જશે. TRAIએ બ્રૉડકાસ્ટર્સને કહ્યું કે એમણે દરેક ચેનલ્સના ટેરિફ અને પેકેજ યૂઝર્સને આપવાના રહેશે. યૂઝર્સને ફક્ત એ જ ચેનલ્સના પૈસા ચૂકવવાના રહેશે જે તેઓ જોવા ઈચ્છે છે. ચેનલ્સની કિંમતોની ખાતરી કરવા માટે TRAIએ બ્રૉડકાસ્ટથી દરેક ચેનલની સાથે એની કિંમત બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ચેનલની કિંમતથી અલગ યૂઝર્સને સર્વિસનો ઉપયોગ કરવા માટે બેઝ પ્રાઈઝ પણ આપવાના રહેશે. આ બેઝ પ્રાઈઝ 100 રૂપિયા છે જેમાં 25 ચેનલ આપવામાં આવ્યા છે. આ બધા સરકારી ચેનલ્સ છે. આ બેઝ પ્રાઈઝ મહત્તમ રકમ 130 રૂપિયા (પ્લસ ટેક્સ) હોય શકે છે. અલગ-અલગ ઑપરેટર્સના મુજબ, આ બેઝ પ્રાઈઝ અલગ-અલગ હોય શકે છે.

આ પણ વાંચો : ફેસબુક પોતાની આ સર્વિસ બંધ કરી રહી છે, જાણો વિગતો

નવા નિયમોના હેઠળ કોઈપણ ડીટીએચ પ્રોવાઈડર જેમ કે Airtel DTH TV, Tata Sky અથવા Dish TV 100 નૉન-એચડી ચેનલ્સ માટે 130 રૂપિયા (GST વગર)થી વધારે ચાર્જ નહીં કરે. જો યૂઝર કોઈપણ પેડ ચેનલની પસંદગી કરે તો તેમણે એની MRP ચૂકવવાની રહેશે. TRAIના નવા આદેશના મુજબ Zee, Star, Discovery, Sun, Turner અને Viacomએ ટીવી ચેનલો વિશેની માહિતી આપવામાં આવી છે જે ફ્રી-ટુ-એર હેઠળ આવે છે અને જેણે ચૂકવણી કરવી પડશે.

tech news life and style