Samsung ઓગસ્ટમાં ‘Galaxy Watch Active 2’ સ્માર્ટ વોચ લોન્ચ કરશે

28 July, 2019 11:00 PM IST  |  Mumbai

Samsung ઓગસ્ટમાં ‘Galaxy Watch Active 2’ સ્માર્ટ વોચ લોન્ચ કરશે

સેમસંગ ગેલેક્સી એક્ટિવ 2 સ્માર્ટ વોચ

Mumbai : સેમસંગ જલ્દી પોતાની નવી સ્માર્ટવોચ લોન્ચ કરશે. સેમસંગની આ સ્માર્ટવોચને અત્યારે એક સર્ટિફિકેશન સાઈટ પર સ્પોર્ટ કરવામાં આવી છે. વેબસાઈટએ અપ્રૂવલ રિક્વેસ્ટ બાદ સ્માર્ટવોચની ઈમેજ પોસ્ટ કરી છે. સેમસંગ આ નવી સ્માર્ટવોચને 'Galaxy Watch Active 2' નામથી લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ અગાઉ ગેલેક્સી સ્માર્ટવોચની સરખામણી કરતા નવી સ્માર્ટવોચમાં વધુ સારા ફિચર હશે.


ટચ સેંસિટિવ બેઝલ આપવામાં આવી શકે છે

કેટલાંક યૂઝર્સને ફરિયાદ હતી કે સેમસંગની Tizen સ્માર્ટવોચને રોટેટિંગ બેઝલ્સની સાથે કામ કરવા માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવી હતી, તેથી જૂની ગેલેક્સી વોચ ટચ સેંસિટવ બેઝલ ફીચર ન હતા. જો નવી ગેલેક્સી વોચ એક્ટિવ 2ની વાત કરીએ તો જાણવા મળ્યું છે કે તેમાં સ્ક્રીનની આજુ-બાજુ ટચ સેંસિટિવ બેઝલ્સ આપવામાં આવ્યા હશે.

આ પણ જુઓ : મમતા આચાર્યઃઆ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

Samsung 2 સાઈઝમાં સ્માર્ટ-લોન્ચ કરી શકે છે
સેમસંગની વેબસાઈટ પર શેર કરવામાં આવેલા ફોટોમાં સેમસંગ ગેલેક્સી વોચ એક્ટિવ 2 એકદમ સ્ટાઈલિશ દેખાઈ રહી છે. આ સ્માર્ટવોચમાં ટચ સ્ક્રિન સેંસર હશે કે નહીં તે અંગે હજું સુધી કઈ કહી શકાય તેમ નથી. જાણવા મળી રહ્યું છે કે, સેમસંગ આ સ્માર્ટવોચને 40 એમએમ અને 44એમએમ સાઈઝમાં લોન્ચ કરી શકે છે. કંપની LTE ઓપ્શનની સાથે લોન્ચ કરશે. સેમસંગની આ લેટેસ્ટ સ્માર્ટવોચ ક્યારે લોન્ચ થશે એ અંગે કોઈ માહિતી મળી નથી. જાણકારી અનુસાર, સેમસંગ આવતા મહિને ગેલેક્સી નોટ 10ની સાથે સ્માર્ટવોચ લોન્ચ કરી શકે છે. ગેલેક્સી વોચ એક્ટિવ 2 ના 40mm વેરિઅન્ટમાં 1.2 ઈંચ સુપર અલમોડ સ્ક્રિન હશે જ્યારે 44mm વિરઅન્ટમાં 1.4 ઈંચ સુપર અલમોડ સ્ક્રિન હશે.

technology news samsung