સેમસંગે ભારતમાં ગેલેક્સી A20s લોન્ચ કર્યો, કિંમત જાણીને ચોંકી જશો

06 October, 2019 08:35 PM IST  |  Mumbai

સેમસંગે ભારતમાં ગેલેક્સી A20s લોન્ચ કર્યો, કિંમત જાણીને ચોંકી જશો

સેમસંગ ગેલેક્સી A20s

Mumbai : ભારતમાં સ્મોર્ટફોનની દુનિયામાં સેમસંગે સૌથી મોટું માર્કેટ ઉભુ કર્યું છે. ત્યારે સેમસંગે હાલમાં જ સસ્તી કિંમતનો Aસીરિઝનો સ્માર્ટ ફોન ‘ગેલેક્સી A20s’ ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટ ફોન એ ગેલેક્સી A20 નું અપગ્રેડ વર્ઝન છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં ડોલ્બિ એટમ્સ સરાઉન્ડ ટેક્નોલોજી આપવામાં આવી છે.


વેરિઅન્ટ અને કિંમત
32 GB સ્ટોરેજ અને 3 GB રેમ સાથેના આ ફોનની કિંમત 11,999 રહેશે. જ્યારે 64GB સ્ટોરેજ અને 4GB રેમ સાથેના આ ફોનની કિંમત 13,999 રહેશે. આ ફોનના બ્લેક, બ્લૂ અને ગ્રીન કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનની ખરીદી સેમસંગ ઇન્ડિયા ઈ-શોપ, સેમસંગ ઓપેરા હાઉસ અને ઈ-કોમર્સ સાઈટ્સથી કરી શકાશે.


સેમસંગ ગેલેક્સી A20s’નાં બેઝિક સ્પેસિફિકેશન
ફોનમાં ડ્યુઅલ નેનો સિમ આપવામાં આવ્યા છે. આ ફોનમાં 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનનું રિઝોલ્યુશન 720x1560 પિક્સલ છે. આ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 450 ઓક્ટા-કોર પ્રોસેસર સાથે 4GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 MPનો પ્રાઈમરી કેમેરા, 8 MPનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 5 MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 8 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

A20s માં 512GB સ્ટોરેજ એક્સટેન્ડ થઇ શકે છે
ફોનમાં 64 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. માઈક્રો SD કાર્ડથી સ્ટોરેજને 512 GBની એક્સટેન્ડ કરી શકાય છે. ફોનમાં VoLTE, વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ v4.2, GPS/ A-GPS, USB ટાઈપ-સી અને 3.5mm હેડફોન જેક કનેક્ટિવિટી આપવવામાં આવી છે. ફોનમાં 4,000mAh અને 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગની બેટરી આપવામાં આવી છે.

technology news tech news samsung