ભારતમાં સેમસંગ ફોલ્ડ ફોનના 30 મિનિટમાં તમામ યુનિટ વેચાઇ ગયા

06 October, 2019 08:00 PM IST  |  Mumbai

ભારતમાં સેમસંગ ફોલ્ડ ફોનના 30 મિનિટમાં તમામ યુનિટ વેચાઇ ગયા

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ફોન

Mumbai : સેમસંગે દુનિયાનો પહેલો ફોલ્ડેબલ ફોનને લોન્ચ કરી દીધો છે. ત્યારે ભારતમાં પણ તેનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. ભારતમાં પહેલો ફોલ્ડેબલ ફોન એટલે સેમસંગ (Samsung) 5G સ્માર્ટ ફોન ગેલેક્સી ફોલ્ડ ફોનનું પ્રિ-બુકિંગ શુક્રવારથી શરૂ થઇ ગયું છે. તેને સેમસંગ ઇન્ડિયા ઈ-શોપ અને ઓનલાઇન સ્ટોર પરથી બુક કારવાઈ શકાય છે. શુક્રવારે બુકીંગ શરૂ થતાં જ માત્ર 30 મિનિટમાં ફોનના તમામ 1600 યુનિટ્સ વેચાઈ ગયા હતા. આ સ્માર્ટફોનને કંપનીએ 1 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ કર્યો હતો.


ભારતમાં ફોલ્ડ ફોનને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરાયો છે
આ ફોનને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12 GB રેમ અને 512 GB સ્ટોરેજવાળા સ્માર્ટફોનની કિંમત 1,64,999 રૂપિયા છે. ગેલેક્સી ફોલ્ડ સાથે કેટલીક એક્સક્લૂસિવ કસ્ટમર કેર સુવિધાઓ પણ મળી રહી છે. તેમાં ‘વન-ઓન-વન એક્સેસ ટૂ સેમસંગ એક્સપર્ટ’, ‘24x7 હબ ઓનલાઇન’ અને ‘ઓવર ધ ફોન સપોર્ટ’ સામેલ છે.


જાણો, ફોલ્ડેબલ ફોનના ખાસ ફિચર
સેમસંગ ગેલેક્સી ફોલ્ડ સાથે કેટલીક એક્સક્લૂસિવ કસ્ટમર કેર સુવિધાઓ મળશે. તેમાં ‘વન-ઓન-વન એક્સેસ ટૂ સેમસંગ એક્સપર્ટ’, ‘24x7 હબ ઓનલાઇન’ અને ‘ઓવર ધ ફોન સપોર્ટ’ સામેલ છે. સેમસંગ ‘ગેલેક્સી A10‘, ‘ગેલેક્સી નોટ 10‘ અને ‘ગેલેક્સી A90’ પછી ‘ગેલેક્સી ફોલ્ડ’ કંપનીનો ચોથો 5G સ્માર્ટફોન છે. રિપોર્ટ પ્રમાણે કંપની સસ્તા ગેલેક્સી ફોલ્ડ બનાવવા પર પણ કામ કરી રહી છે. તેની કિંમત આશરે 72 હજાર રૂપિયા હોઈ શકે છે.


ફોલ્ડ ફોનના ડિસ્પ્લેની આ છે ખાસીયતો
સેમસંગ ગેલેક્સી ફોલ્ડમાં 7.3 ઇંચની ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને 6 કેમેરા છે. આ ડિવાઇસમાં 4.6 ઇંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ ફોનની ડિસ્પ્લે ઓપન થાય છે ત્યારે તે 7.3 ઇંચની બને છે અને ક્લોઝ થાય છે ત્યારે 4.6 ઇંચની બને છે. આ ફોનમાં 2 બેટરી આપવામાં આવી છે. બંને બેટરી મળીને ફોનમાં કુલ 4380mAhની બેટરી મળે છે. તેમાં ફાસ્ટ વાયર ચાર્જિંગ સાથે વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા આપવામાં આવી છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

સેમસંગ ફોલ્ડ ફોનની ખાસીયતો

ડિસપ્લે            : 7.3 ઇંચ(પ્રાઇમરી), 4.6 ઇંચ (સેકન્ડરી)
રિઝોલ્યુશન       : 1536*2152 પિક્સલ
રેમ                 : 12GB
પ્રોસેસર            : 7mm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટાકોર એડ્રિનો 640 gpu
કેમેરા               : 10MP(ફ્રન્ટ), 16MP(અલ્ટ્રા વાઇડ લેન્સ) + 12MP (વાઇડ એંગલ) + 12MP (ટેલિફોટો)
સ્ટોરેજ             : 512 GB
બેટરી              : 4380 mAh

technology news tech news samsung