રિલાયન્સે લોન્ચ કર્યો જિયો ફોન 2, કિંમત માત્ર 2999

05 July, 2019 10:45 PM IST  |  Mumbai

રિલાયન્સે લોન્ચ કર્યો જિયો ફોન 2, કિંમત માત્ર 2999

રિલાયન્સ જિયો ફોન 2

Mumbai : મુકેશ અંબાણીએ ભારતમાં રિલાયન્સ જિયો લેન્ચ કરતાની સાથે જ ટેલિકોમ ક્ષેત્રમાં હડકંપ મચાવી દીધો હતો. જેને પગલે રિલાયન્સ જિયોએ જિયો ફોન લોન્ચ કર્યો હતો. આ જિયો ફોનની મોટી સફળતા મળ્યા બાદ કંપની વધુ લોકો સુધી પહોંચવા માટે જિયો ફોન 2નું અપડેટેડ વર્ઝન 4 જુલાઇના રોજ લોન્ચ કર્યું છે.


જિયો ફોન 2 ની કિંમત 2999
/-

રિલાયન્સ જિયો ફોન 2ની કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી રાખવામાં આવી છે. આ જિયો ફોન 2 ની કિંમત 2999 રૂપિયા રાખવામાં આવી છે. 512MB ની રેમ ધરાવતો આ ફોનનો ડિસ્પ્લે 2.40 ઇંચનો છે. જિઓ ફોન-2 KAI-OS મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ સાથે 2000 mAh બેટરી ક્ષમતા ધરાવે છે. કેમેરા અને સ્ટોરેજ કેપેસિટીની વાત કરીએ તો આ ફોનમાં ફ્રન્ટ કેમેરા 0.3 મેગા પિક્સલ અને રિયર કેમેરા 2.0 મેગા પિક્સલનો છે, અને ફોનની ઈનબિલ્ટ સ્ટોરેજ 4 ગીગાબાઈટની રહેશે જેને 128જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે.

 

ફેસબુક, જિયો ટીવી-સિનેમા સહિતનીએપ ઇન્સ્ટોલ્ડ આવશે

જિયો ફોન 2 માં મનોરંજન અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ફોનમાં ફેસબુક, મેપ્સ, જિઓ ટીવી, જિઓ સિનેમા, જિઓ મ્યુઝિક એપ્સ ઈનબિલ્ટ આપવામાં આવી છે. તેમજ અન્ય ઇ-મેઇલિંગ, ફૂડ ઓર્ડરિંગ, ટેક્સી, શોપિંગની એપ્સને પણ આ ફોન સપોર્ટ કરે છે. આ કારણે ઓછી કિંમતમાં વધુ સુવિધાવાળો સ્માર્ટ ફોન ગ્રાહકોને મળી રહેશે. આ સાથે જ બ્લુટૂથ કનેક્ટિવિટી, GPS, WI-FI, FM રેડિયો જેવી બેઝિક સુવિધાઓ પણ સામેલ છે.

આ પણ જુઓ : Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Google આસિસ્ટન્ટ, ક્વેર્ટી કીપૅડ (QWERTY KEYPAD)ની સુવિધા
જિઓના જૂના ફોનમાં રહેલા આલ્ફા ન્યુમરિક કીપૅડને બદલીને ક્વેર્ટી કીપૅડ આપવામાં આવ્યું છે. આ કીપૅડની મદદથી જૂના કીપૅડની સરખામણીમાં વધુ ઝડપથી ટાઇપ કરી શકાશે. આ ફોનમાં હોરિઝોન્ટલ સ્ક્રીન આપી છે, જે પહેલા ફોન કરતાં વધુ સારો વીડિયો વ્યુઇંગ એક્સપિરિયન્સ આપે છે. અન્ય મોંઘા સ્માર્ટ ફોનની જેમ જિઓનાં નવા મોડેલમાં ગૂગલ આસિસ્ટન્ટ ઇનબિલ્ટ આપવામાં આવ્યું છે, જે ફોનના ઉપયોગને વધુ સરળ બનાવે છે. જો તમે પણ આ સ્માર્ટ ફોન ખરીદવા માગતા હોય તો, આગામી 11મી જુલાઈએ સેલનો લાભ ઉઠાવી શકો છો.