રિલાયન્સ જિયો જલ્દી જ લાવશે 5G હેન્ડસેટ! 4G બાદ હવે 5Gમાં મચાવશે તહેલકો

14 August, 2019 01:56 PM IST  |  મુંબઈ

રિલાયન્સ જિયો જલ્દી જ લાવશે 5G હેન્ડસેટ! 4G બાદ હવે 5Gમાં મચાવશે તહેલકો

રિલાયન્સ જિયો જલ્દી જ લાવશે 5G હેન્ડસેટ!

જિયો આવતા વર્ષે એટલે કે વર્ષ 2020 માટે ઘણી મોટી યોજનાઓ લઈને આવી રહ્યું છે. આ વર્ષે મુકેશ અંબાણીની કંપની જિયો ગીગાફાઈબરના રોલ આઉટમાં લાગી છે. ત્યારે જ આવતા વર્ષે 2020માં કંપની 5G સેવા લઈને આવી શકે છે. જિયોની 5G સેવાની વાત તો 2017થી જ ચાલી રહી છે, પરંતુ એક અહેવાલ અનુસાર કંપની ફોનના અસેમ્બલિંગ માટે વેન્ડર્સ સાથે વાત કરી રહી છે.

ફાઈનાન્સિયલ ક્રોનિકલના એક રિપોર્ટ અનુસાર, જિયો સ્પેક્ટ્રમના ઑક્શન બાદ દેશમાં પોતાની 5G સેવા લઈને આવી શકે છે. જો કે આ સેવા રોલ-આઉટ કરવા માટે આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનું રહેશે. રિપોર્ટ અનુસાર જિયો, આ સાથે જ પોતાના 5G હેન્ડસેટ પણ લઈને આવી શકે છે. કંપનીના 5G હેન્ડસેટ લાવવા પાછળ એ વિઝન હોઈ શકે છે કે કે તમામ યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે. રિલાયન્સ જિયો જે રીતે 4G પ્લાન્સ લઈને આવ્યુ, જેથી તેનો પૂરી રીતે યૂઝર્સને લાભ મળશે, જેના માટે ફીચર ફોન પણ લૉન્ચ કરી શકાશા. જો જીઓ 5G સેવા લઈને આવે તો પણ બજારમાં એવા સસ્તા 5G ફોન ઉપલબ્ધ નથી કે તેનો લાભ ઉઠાવી શકાય. કેટલાક 5G ફોન વધારે કિંમતમાં મળે છે. કદાચ એ જ કારણ છે કે, જો જિયો પોતાની 5G સેવા લઈ આવે તો પણ 5G હેન્ડસેટ વગર તેનો એટલો ફાયદો નહીં મળે.

આ પણ જુઓઃ બલા જેવી ખૂબસૂરત અને દુશ્મનો માટે કાળ સમાન છે આ મહિલા સૈનિકો

રિલાયન્સ જિયો ન માત્ર 5Gની સાથે ટેલિકોમ ઑપરેટર્સને મોટી ચેલેન્જ આપી રહ્યું છે, પરંતુ તે ચીનના સ્માર્ટફોન નિર્માતાઓ માટે પણ મોટો ખતરો સાબિત થશે. સેમસંગ અને શાઓમી ભારતમાં 5G હેન્ડસેટ લાવવાનું આયોજન કરી રહી છે, પરંતુ પ્લાનિંગ અને તેને લાગૂ કરવામાં આ કંપનીઓ જિયોથી આગળ નીકળી શકશે કે નહીં, તે તો સમય જ બતાવશે.

reliance tech news