જીયો ફાઈબરના પ્લાન લોન્ચ, જાણો જુદા જુદા પ્લાન વિશેની તમામ માહિતી

05 September, 2019 07:54 PM IST  |  મુંબઈ

જીયો ફાઈબરના પ્લાન લોન્ચ, જાણો જુદા જુદા પ્લાન વિશેની તમામ માહિતી

રિલાયન્સ જીયોએ 14 ઓગસ્ટે પોતાની ફાઈબર સેવા લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. 5 સપ્ટેમ્બર 2019ના રોજ જીયો ફાઈબરના પ્લાન્સ જાહેર થયા છે. સેલ્યુલર સેવાઓમાં વર્ચસ્વ ટકાવી રાખવા માટે રિલાયન્સે ઓપ્ટિકલ ફાઈબર, કેબલ ટીવી અને લેન્ડલાઈન સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જી હાં, આ ત્રણેય સેવાઓ રિલાયન્સ પોતાની જીયો ફાઈબર દ્વારા તમારા ઘર સુધી પહોંચાડશે. જીયો ફાઈબર સેવાની સાથે તમે બ્રોડબેન્ડ, લેન્ડલાઈન અને કેબલ ટીવીની મજા માણી શકો છો.

જીયો ફાઈબર માટે કરવો પડશે આટલો ખર્ચ

રિલાયન્સ જીયો ફાઈબરના પ્લાનમાં બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઈટેનિયમ કેટેગરીમાં લોન્ચ કર્યા છે. તેનો બેઝિક પ્લાન 699 રૂપિયાનો છે. તો મોંઘામાં મોંઘો પ્લાન 8499 રૂપિયાનો છે. બેઝિક પ્લાનમાં 100 MBPSની સ્પીડની સાથે 100 જીબી મફત ડેટા, મફત વોઈસ કૉલ, ટીવી વીડિયો કૉલિંગ અને કોન્ફરન્સની સુવિધા મળશે. બીજો પ્લાન 849 રૂપિયાનો છે અને તેમાં 100 MBPSની સ્પીડ સાતે 200 જીબી ડેટા મળશે અને તમામ સુવિધા મળશે.

1299માં 500 જીબી ડેટા

જો તમે દર મહિને 1300 રૂપિયા ખર્ચી શકો છો તો આ પ્લાનમાં રિલાયન્સ 250 એમબીપીએસની સ્પીડ સાતે 500 જીબી ડેટા આપશે. આ ઉપરાંત 2499ના પ્લાનમાં 500 એમબીપીએસની સ્પીડ સાતે 1250 જીબી ડેટા આપશે. 3999ના પ્લાનમાં કંપની 1 GBPSની સ્પીડ સાતે 2500 જીબી ડેટા અને 8400ના પ્લાનમાં 1 જીબીએસની સ્પીડ સાથે 5 હજાર જીબી ડેટા આવશે.

2500નું વનટાઈમ પેમેન્ટ

જીયો ફાઈબર માટે તમારે પહેલી વખત 2500 રૂપિયા ચૂકવવા પડશે. જેમાંથી 1500 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ છે. જે બાદમાં તમને પાછળી મળશે. આ ઉપરાંત 1000 રૂપિયા નોન રિફન્ડેબલ ઈન્સટોલેશન ચાર્જ છે. જે પાછો નહીં મળે.

વેલકમ ઓફરમાં શું મળશે ?

જીયોએ વેલકમ ઓફરમાં જબરજસ્ત જાહેરાત કરી છે. જીયોના ફોરએવર એન્યુઅલ પ્લાન્સ અંતર્ગત તમને જીયો હોમ ગેટવે, જીયો 4કે સેટ ટોપ બોક્સ, ટીવી સેટ (જો ગોલ્ડ કે તેના ઉપર પ્લાન લો તો) અને ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન મળશે.

આ પણ વાંચોઃ વ્હોટ્સ એપનું આ નવું ફીચર બચાવશે તમારો સમય

મફત લેન્ડલાઈન કનેક્શન

જીયો ફાઈબરમાં ગ્રાહકોને મફત લેન્ડલાઈન કનેક્શન મળશે. આ લેન્ડલાઈન કનેક્શનથી યુઝર્સ ભારતમાં તમામ મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્શન પર મફત ફોન કૉલ કરી શક્શો. લાંબા સમયથી જીયો ફાઈબરની સુવિધાઓ કેટલાક શહેરોમાં ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ હતી. જે યુઝર્સ પાસે પહેલાથી કનેક્શન છે, તે લેન્ડલાઈન કનેક્શન માટે માયજીયો એપથી અપ્લાય કરી શકે છે. हैं।

tech news reliance