પૉપ-અપ કેમેરા અને Realme X Lite સાથે Realme X 16MP થયો લૉન્ચ

15 May, 2019 02:56 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

પૉપ-અપ કેમેરા અને Realme X Lite સાથે Realme X 16MP થયો લૉન્ચ

પૉપ-અપ કેમેરા અને Realme X Lite સાથે Realme X 16MP થયો લૉન્

Realme પોતાની પહેલી અનિવર્સરી મનાવી રહ્યું છે. ભારતમાં પોતાનું ઑપરેશન્સ શરૂ કર્યા બાદ હવે, ચીનમાં પોતાના બે નવા સ્માર્ટફોન્સ- Realme X ફ્લેગશિપ અને Realme X Liteને લૉન્ચ કર્યા છે. Realmeના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ પૉપ-અપ સેલ્ફી સ્નેપર, 48MP મુખ્ય સેન્સર સાથે ડ્યૂઅલ રેર કેમેરા, ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે. ત્યાં જ Realme X Liteને Realme 3 Proનું રિબ્રાંડેડ વર્ઝન કરી શકાય છે. જાણીએ આ નવા ફોન વિશેઃ

Realme X, Realme X Liteની ચીનમાં કિંમત
Realme Xને ત્રણ સ્ટોરેજ વેરિએંટ્સ- 4GB રેમ/64GB સ્ટોરેજ, 6GB રેમ/64GB સ્ટોરેજ અને 8GB કેમ/128GB સાથે આપવામાં આવ્યું છે. આ ફોનની ભારતમાં કિંમત ભારતમાં 15, 300, 16, 300 અને 18, 400 છે.

Realme X Liteને પણ ત્રણ રેમ અને સ્ટોરેજ વેરિએંટમાં રજૂ કરવામાં આવ્યું છે. તેના 4GB રેમ/64GB સ્ટોરેજના વેરિએંટની કિંમત 12, 200 છે. તેના 6GB રેમ/64GB સ્ટોરેજ વેરિએંટની કિંમત 13, 300 છે. 6GBરેમ/ 128GB સ્ટોરેજ વેરિએંટની કિંમત લગભગ 15, 300 છે. ફોન ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે તેની માહિતી નથી.

ફીચર્સ અને સ્પેશિફિકેશન

Realme X ફીચર્સ એન્ડ સ્પેસિફિકેશન્સઃ Realme Xની ખાસિયત તેનું ડિસ્પ્લે છે. તેમાં 19:5:9નો આસ્પેર્ટ રેશિયો અને 2340×1080 પિક્સેલનું રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. સ્ક્રીન પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યું છે. પૉપ અપ સેલ્ફી કેમેરા અને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

tech news