Realme Bonanza Sale:realme 3થી Realme U1 પર મળે આટલું ડિસ્કાઉન્ટ

22 March, 2019 06:19 PM IST  | 

Realme Bonanza Sale:realme 3થી Realme U1 પર મળે આટલું ડિસ્કાઉન્ટ

રિયલમી પોતાની સત્તાવાર વેબસાઈટ પર રિયલમી મોબાઈલ બોનાન્ઝા સેલ અંતર્ગત સેલ ચલાવી રહી છે. આ સેલમાં રિયલ મી 3થી લઈને રિયલમી યુ 1 સુધીના રિયલમીના તમામ સ્માર્ટ ફોન્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ 25 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. રિયલમી 3 તાજેતરમાં જ લોન્ચ થયો છે. આ સ્માર્ટ ફોનને વોટર ડ્રોપ નૉચ ફીચર સાથે બજેટ રેન્જ માં લોન્ચ કરાયો છે. આ ઉપરાંત રિયલમીના અન્ય સ્માર્ટ પોન્સ પણ બજેટ રેન્જમાં છે. આ તમામ ફોન્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Realme U1

ગતવર્ષે લોન્ચ થયેલો આ ફોન હાલ સેલમાં 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટ ફોન લોન્ચ થયો ત્યારે તેની કિંમત 11,999 રૂપિયા હતી. કંપનીએ તેના ભાવમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ફોન સમે રિયલમીની વેબસાઈટ ઉપરાંત એમેઝોન કે ઓફલાઈન સ્ટોર્સ પરથી પણ ખરીદી શકો છો.

આ છે ફીચર્સ

- 6.3 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે
- મીડિયાટેક હેલિયો p70 પ્રોસેસર
- 3 GB રૅમ
- 32 GB ઈન્ટરનલ સ્ટોરેજ
- 13+2 મેગાપિક્સલ ડ્યૂઅલ રિયર કેમેરા
- પ્રંટમાં 25 મેગામિક્સલ કેમેરા
- 3,500 MaHની બેટરી

આ ફોન બ્લેક અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે.

Realme 3

તાજેતરમાં જ લૉન્ચ થયેલા રિયલ મી 3 આ સેલમાં 8,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટ ફોન તમે રિયલમીની વેબસાઈટ અને અન્ય ઈ કોમર્સ વેબસાઈટ પરથી પણ ખરીદી શકો છો. જો તમારી પાસે એક્સિસ બેન્કનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે, તો 500 રૂપિયા વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

આ છે ફીચર્સ

- 6.22 ઈંચ ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે
- મીડિયાટેક હેલિયો p70 પ્રોસેસર
- 3 GB રૅમ / 4 GB રૅમ
- 32 GB ઈન્ટરનલ સ્ટોરેજ / 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ
- 13+2 મેગાપિક્સલ ડ્યૂઅલ રિયર કેમેરા
- ફ્રંટમાં 13 મેગામિક્સલ કેમેરા
- 4,320 MaHની બેટરી
- એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ

Realme 2 Pro

ગત વર્ષે લોન્ચ થયેલો Realme 2 pro આ સેલમાં 11,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટ ફોન તમે રિયલમી ઉપરાંત અન્ય ઈ કોમર્સ વેબસાઈટ પરથી પણ ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ ફટાફટ બદલી નાખો ફેબસુકનો પાસવર્ડ, જાણો કેમ

આવા છે ફીચર્સ

- 6.3 ઈંચ ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે
- સ્નેપડ્રેગન 660 soc પ્રોસેસર
- 4 જીબી, 6 જીબી, 8 જીબી વેરિયન્ટ્સ
- 64 જીબી અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ
- 16+2 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
- ફ્રંટમાં 16 મેગાપિક્સલ કેમેરા
-3,500 MaH બેટરી

tech news