Realme Yo Days sale:1 રૂપિયામાં ખરીદો બેગપેક,ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોન

09 April, 2019 02:51 PM IST  | 

Realme Yo Days sale:1 રૂપિયામાં ખરીદો બેગપેક,ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોન

રિયલ મી એક એવી બ્રાન્ડ છે, જેણે ખૂબ જ ઓછા સમયમાં માર્કેટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અત્યાર સુધી Realmeના ભારતમાં 6 મિલિયન કરતા વધુ ફેન્સ છે. જેને સેલિબ્રેટ કરવા માટે કંપનીએ Realme Yo Days સેલ શરૂ કર્યુ છે. 9 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ચાલનારા સેલમાં યુઝર્સને સંખ્યાબંધ ડીલ્સ મળી છે. જો તમારે રિયલમીની કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય તો હાલનો સમય બેસ્ટ છે. આ સેલમાં Relme 2 Pro અને Realme U1 સ્માર્ટ ફોન સસ્તાભાવે મળી રહ્યા છે.

Realme 3 ફ્લેશ સેલ

રિયલ મી 3 ફ્લેશ સેલ 9 એપ્રિલે 12 વાગે થવાનું છે. આ સ્માર્ટ ફોનને તમે ફ્લિપકાર્ટ અને રિયલ મીના ઓનલાઈન સ્ટોર પરથી પણ ખરીદી શકો છો. સ્માર્ટ ફોનના બેઝ વેરિયન્ટની કિંમત, 8,999 રૂપિયા છે. આ બેઝ વેરિયન્ટમાં 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ છે. તો 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા છે.


Realme 2 Pro Rs 11,990માં

આ સેલમાં Realme 2 Pro 11,990ની કિંમતમાં મળી રહ્યો છે. આ સાથે જ કંપની Realme Buds ઈયરફોન્સ પણ ફ્રીમાં આપી રહી છે. આ ફોનનો હાઈ એન્ડ વેરિયન્ટ 15,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. 8 જીબી રેમ અને 12 જીબી સ્ટોરેજ સાથે આ સૌથી સસ્તા અને બજેટ સ્માર્ટ ફોનમાંનો એક છે. ફ્લિપકાર્ટ પ્રિપેડ યુઝર્સને આ ફોન ખરીદવા પર 1 હજાર રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. આ ફોનની કિંમત તમારા માટે 10,990 રૂપિયા જ થઈ જશે.

Realme U1 માત્ર Rs 9,999માં

25 મેગાપિક્સલ કેમેરા ધરાવતો Realme U1 પર 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેને કારણે આ ફોનની કિંમત માત્ર 9,999 રૂપિયા થઈ જશે. Realme 2 pro તરફથી REalme 1 ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને ફ્રીમાં Realme Buds ઈયરફોન્સ મળી શક્શે. સાથે જ ફ્લિપ કાર્ટ યુઝર્સને 1 હજારનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ફોનની કિંમત ડિસ્કાઉન્ટ સાથે માત્ર 8,990 રૂપિયા છે.

આ પણ વાંચોઃ ગેમર્સને મળશે ઘણી ફ્રી ગેમ્સ, Snap chat Snap Gamesએ શરુ કરૂ સર્વિસ

રિયલ મી સ્માર્ટ ફોન અને એસેસરીઝની સાથે સાથે બેગપેક જેવા પ્રોડક્ટ્સ પણ વહેંચે છે. રિયલ મી ટેક બેક પેક માત્ર 1 રૂપિયામાં તમે ખરીદી શકો છો.

tech news news