ગૂગલ પે એપની પરવાનગી પર સવાલ, RBI પાસેથી દિલ્હી કોર્ટે માગ્યો જવાબ

10 April, 2019 09:11 PM IST  | 

ગૂગલ પે એપની પરવાનગી પર સવાલ, RBI પાસેથી દિલ્હી કોર્ટે માગ્યો જવાબ

ગૂગલ પે

તાજેતરમાં ગૂગલની બે એપ બંધ કરી દેવામાં આવી છે તેવામાં દિલ્હી હાઇ કોર્ટે ગૂગલની આ પેમેન્ટ એપ્લિકેશન પર ઊભા થયેલા સવાલો બાબતે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા પાસેથી જવાબ માગ્યા છે.

ગૂગલ પે એક એવી એપ્લિકેશન છે જેનાથી તમે સરળતાથી પૈસાની લેવડદેવડ કરી શકો છો. પરંતું આ બાબતે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે આ એપ્લિકેશન વિના પરવાનગીએ ભારતમાં કાર્યરત છે. આ એપ્લિકેશન ભારતમાં જુદી જુદી બૅન્કના સર્વરથી કાર્યરત છે તેથી અનેક બૅન્કના ગ્રાહકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પૈસાની લેવડદેવડ કરી શકે છે. પરંતું અરજીમાં એવો દાવો કરાયો છે કે આ એપ્લિકેશન નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ગેરકાયદેસર પદ્ધતિથી આ એપ્લિકેશન ભારતમાં વપરાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે હાઇ કોર્ટના ન્યાયમૂર્તિએ જાહેર હિતની અરજી પર સુનવણી કરતાં આરબીઆઇ અને ગૂગલ ઇન્ડિયાને આ સંદર્ભે નોટિસ જાહેર કરી છે. તેમજ અભિજિત મિશ્રા પાસેથી જવાબની માગણી કરી છે. નોંધનીય છે કે આરબીઆઇએ 20 માર્ચના રોજ એક લિસ્ટ બહાર પાડ્યું હતું જેમાં અનેક એપ્લિકેશન્સના નામ હતાં પરંતું ગૂગલ પેનું નામ નહોતું. ત્યાર બાદ આ મુદ્દાને વધુ વેગ મળ્યો છે.

આ પણ વાંચો : Black Hole : શું છે બ્લેક હોલ, અહીં જાણો સરળ શબ્દોમાં સમજો

tech news