સાવધાન ક્યાંક તમારું Paytmતો નથી થયું ને હેક!

21 November, 2019 03:43 PM IST  |  Mumbai | Pavan Jaysval

સાવધાન ક્યાંક તમારું Paytmતો નથી થયું ને હેક!

હેકર્સથી રહો સાવધાન

ડિજિટલ પેમેન્ટ એપમાં છેતરપિંડીની ખબરો છેલ્લા કેટલાક દિવસોથી વધારે આવી રહી છે. ક્યારે કેવાઈસીના નામ પર, ક્યારેક પૈસાના રિફંડના નામ પર તો ક્યારેક અન્ય કોઈ રીતે ગ્રાહકો પોતાના પૈસા ગુમાવી રહ્યા છે. મોટા ભાગના મામલામાં યોગ્ય જાણકારી ન હોવાના કારણે તેઓ કોઈ કાર્રવાઈ પણ નથી કરી શકતા.

જો કે, થોડી જાગૃતિ સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો, તેઓ ડિજિટલ પેમેન્ટ એપના માધ્યમથી થતી છેતરપિંડીથી બચી શકે છે. આવો જાણીએ કે આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય છે.

ફિશિંગથી બચો
આ પ્રકારના ફ્રૉડમાં હેકર ગ્રાહકને બોગસ ઈ-મેઈલ કે એસએમએસ લિંક મોકલે છે. આ લિંક બેંકના લોગ-ઈન પેજ કે મોબાઈલ એપના લિંક જેવા હોય છે. જેના પર ક્લિક કરવાની કેશબેકની લાલચ આપવામાં આવે છે. જેવું ગ્રાહક પોતાની જાણકારી નાખે કે તે હેકર પાસે જતી રહી છે. જ્યારે તમે એપ ઈન્સ્ટોલ કરો છો ત્યારે પણ તમારી માહિતી હેકર પાસે જઈ શકે છે.

વિશિંગનો ન બનો શિકાર
આ પ્રકારના ફ્રૉડમાં હેકર ફોન પર તમારી ખાનગી વિગતો પૂછે છે. તેઓ કેવાઈસી કે અન્ય કોઈ બહાનું કાઢીને ફોન કરે છે. જેમાં તે ગ્રાહકોની ખાનગી માહિતી મેળવે છે જેથી પિન કે પાસવર્ડ જાણી શકાય.

Paytm પર કેવાઈસીના નામે છેતરપિંડી
Paytm પર હાલ KYCના નામે છેતરપિંડી થઈ રહી છે. જેમાં છેતરપિંડી કરનાર પોતાના Paytm કસ્ટમર કેર ટીમનો સભ્ય જણાવીને ગ્રાહકોને ફોન કરે છે અને કેવાઈસી પૂર્ણ કરવાનું કહે છે. આ માટે તે એપ ડાઉનલોડ કરવાનું કહે છે અને જો તે એપ ડાઉનલોડ કરે તો ગ્રાહકની જાણકારી ચોરીને તેનું પેટીએમ અકાઉન્ટ ખાલી કરી દે છે. આવા લોકો ફોન કરતા પહેલા મેસેજ પણ મોકલ છે. Paytmએ પોતાના ગ્રાહકોને આવા પ્રકારના લોકોથી સાવધાન રહેવાની ખાસ અપીલ કરી છે.

business news