Microsoft એ પોતાની ઇ-બુક્સ સર્વિસ બંધ કરતા યુઝર્સ પરેશાન થયા

28 July, 2019 11:55 PM IST  |  Mumbai

Microsoft એ પોતાની ઇ-બુક્સ સર્વિસ બંધ કરતા યુઝર્સ પરેશાન થયા

Mumbai : વિશ્વની જાણીતી આઇટી કંપની Microsoft એ એક મહત્વનો નિર્ણય લઇ લીધો છે. કંપનીના આ નિર્ણયથી હવે યુઝર્સ પરેશાન થઇ રહ્યા છે. માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાની ઇ બુક્સ સર્વિસ બંધ કરી દીધી છે. આ સર્વિસના માધ્યમથી યુઝર્સ ડિજીટલ પુસ્તકો ખરીદતા હતા. આમ હવે આ સર્વિસ બંધ કરી દેવામાં આવતા યુઝર્સ પરેશાન થઇ ગયા છે. કંપનીએ જણાવ્યુ છે કે, તે યુઝર્સને પુસ્તકોની કિંમત જેટલુ વળતર (રિફંડ) ચૂકવશે. તેમજ જે યુઝર્સે પુસ્તકોમાં હાઈલાઈટ્સ અને નોટ્સ બનાવી હતી. તેઓને 25 ડોલર (આશરે રૂ. 1700)નુ વધારાનુ રિફંડ આપવામાં આવશે. માઈક્રોસોફ્ટે એપ્રિલમાં જણાવ્યુ હતુ કે, આ સર્વિસને બંધ કરવામાં આવશે. જો કે, યુઝરને તેનો અંદાજ ન હતો કે, તેમણે ખરીદેલા પુસ્તકોનો કોઈ બેકઅપ ઓપ્શન મળશે નહીં. માઈક્રોસોફ્ટના આ વલણને લીધે તે ટીકાઓનો ભોગ બની છે.


યુઝર્સ થયા પરેશાન
સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સે જણાવ્યુ છે કે, આ નિર્ણય બિલકુલ એવો છે કે, ઘર ખરીદ્યાના થોડા સમય બાદ બિલ્ડર તમને કહે કે, તમે નાણાં પાછા લઈ લો અને ઘર ખાલી કરી દો. ઈન્ટરનેટના જુદા-જુદા પ્લેટફોર્મ પર ડિજિટલ પુસ્તકો અર્થાત ઈ-બુક્સ ડિજિટલ રાઈટ્સ મેનેજમેન્ટ (ડીઆરએમ) અંતર્ગત ખરીદવામાં આવે છે. ડીઆરએમ ડિજિટલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવા માટે યુઝર્સને લાયસન્સ ફાળવે છે. જો કે, તેના પર માલિકી હક હોતો નથી. જેને પગલે માઈક્રોસોફ્ટ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા નહીંવત છે. માઈક્રોસોફ્ટે અગાઉ પણ ડિજિટલ પુસ્તકો વેચવાનો બિઝનેસ બંધ કર્યો હતો.


આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

ઇ-બુક્સના બિઝનમાં અનેક કંપનીઓએ નુકસાન કરીને સર્વિસ બંધ કરી છે
એમેઝોન ડિજિટલ બુક્સ બિઝનેસ પહેલા 7 વર્ષ અગાઉ જ તેણે 2000માં રિટેલ બાર્નેસ એન્ડ નોબલ સાથે કરાર કરી એમએસ રીડર લોન્ચ કરી હતી. પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો. માઈક્રોસોફ્ટે તેને બંધ કર્યો. ત્યારબાદ 2012માં પણ ડિજિટલ પુસ્તકોનો બિઝનેસ શરૂ થયો હતો. પરંતુ બે વર્ષમાં આ પ્રોજેક્ટ ઠપ થયો. બાદમાં 2017માં ઈ-બુક્સ સર્વિસ લોન્ચ કરવામાં આવી.

technology news microsoft