one plus 7 અને 7 pro આજે થશે લોન્ચ

14 May, 2019 05:30 PM IST  | 

one plus 7 અને 7 pro આજે થશે લોન્ચ

ભારત સાથે સાથે ગ્લોબલી લોન્ચ

oneplus 7 અને 7 pro આજે ભારત સાથે સાથે ગ્લોબલી લોન્ચ થવા જઈ રહ્યો છે. ભારતીય સમય અનુસાર મંગળવાર રાત્રે 8:15 મિનિટે ફોન લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પહેલા oneplus 7 અને 7 proના કેટલાક ફિચર લીક થઈ ગયા છે. આ ફોન્સ સ્માર્ટફોન oneplus 7 અને 7pro વનપ્લસ 6 અને 6 પ્રો કરતા વધારે ફિચર્સ સાથે આવી રહ્યા છે.

oneplus 7 સિરીઝનો મુકાબલો ભારતમાં પહેલાથી ઉપલબ્ધ ફ્લેગશિપ ડિવાઈસ samsung galaxy s10e, iphone XR, Google pixel 3 સાથે થશે. oneplus 7 સ્નેપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર સાથે આવશે. Oneplusના CEO પેટે લાઉએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ પ્રોસસર વિશે માહિતી આપી હતી. વનપ્લસના આ ફ્લેગશિપ ફોનમાં આ પ્રોસેસર વાપરવામાં આવ્યું છે. આ સાથે આ ફોનમાં 5G સપોર્ટ પણ જોવા મળશે.

આ પણ વાંચો:Xiaomi હવે વેન્ડિંગ મશીનના માધ્યમથી વેચશે સ્માર્ટફોર્મ, નહીં જોવી પડે સેલની રાહ

oneplus 7નું પ્રિબુકિંગ 3 થી 7 મે સુધી કરાવી શકાશે. હવે આ ફોન વેચાણ માટે કયારે ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જોવાનું રહેશે. Oneplus 7 ઈકોમર્સ વેબસાઈટ એમેઝોન પર એક્સક્લૂસિવિલી સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

oneplus tech news