ચેતી જજો, Truecaller એપ વાપરતા હશો તો તમારો ડેટા વેચાઇ રહ્યો છે

22 May, 2019 04:14 PM IST  | 

ચેતી જજો, Truecaller એપ વાપરતા હશો તો તમારો ડેટા વેચાઇ રહ્યો છે

વેચાય છે Truecaller યૂઝર્સના ડેટામાં

તમારે કોઈ અજાણ્યા નંબરનું નામ જાણવું છે તો તરત જ Truecaller એપ્લિકેશન આપણને યાદ આવે છે. Truecaller ભારતમાં ખુબ પ્રચલિત એપ્લિકેશન છે ટૂકાં જ સમયમાં જ Truecallerએ ભારતમાં સારુ એવુ નામ કર્યું છે. મોટા ભાગના લોકો સામાન્ય રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. પરંતું એક રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે Truecaller દ્વારા યૂઝર્સના ડેટા ડાર્ક વેબસાઈટ્સને વેચવામાં આવી રહ્યા છે. Truecaller યૂઝર્સના ડેટામાં યુઝરનું નામ, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર શામેલ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં Truecallerનો ડેટા લીક કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ એક સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયો હતો અને ખાનગી સંસ્થાને સોપવામાં આવ્યો હતો. આ સાઈબર એક્સપર્ટ ડાર્ક વેબમાં ચાલતી દરેક પ્રકારની પ્રક્રિયા પર નજર રાખતા હોય છે. Truecallerના 14 કરોડ કરતા પણ વધારે યુઝર્સ છે જેમાંથી લગભગ 60% ભારતીય યુઝર્સ છે. એક્સપર્ટે કહ્યું હતુ કે ભારતીય યુઝરનો આ ડેટા 2000 યુરો એટલે કે 1.5 લાખમાં વેચાઈ રહ્યો છે જ્યારે બીજા તમામ દેશના ગ્લોબલ યુઝર્સનો ડેટા 25000 ડોલર એટલે કે 20 લાખમાં વેચાઈ રહ્યા છે. Truecallerના એક પ્રવક્તાએ જણાવ્યું હતુ કે 'અમને પણ હમણાં જ આ વિષયમાં જાણકારી મળી છે કે કેટલાક યૂઝર્સ પોતાના એકાઉંન્ટ સાથે છેડછાડ કરી રહ્યાં છે. આ બાબતે કંપની પુષ્ટિ કરી શકે છે કે કોઈ સંવેદનશીલ માહિતી નથી લીક થઈ, ખાસ કરીને પેમેન્ટ અને આર્થિક માહિતીઓ.'

આ પણ વાંચો: Googleના Pixel ફોન્સ અચાનક થઈ જાય છે બંધ, યુઝર્સ થઈ રહ્યા છે પરેશાન

સાઈબર એક્સપર્ટ પ્રમાણે આ પહેલી વખત નથી જ્યારે Truecallerનો ડેટા ડાર્ક વેબમાં વહેચાઈ રહ્યો હોય. આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે. Truecallerનો આટલા મોટા પ્રમાણમાં ડેટાબેઝ બ્રીચ કરીને ભેગો કરી શકાય છે. મહત્વની વાત એ છે કે Truecaller દ્વારા પેમેન્ટ સંબધિત સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

tech news technology news