હવે વોટ્સએપ એ પણ જણાવશે કે તમારી આસપાસ રેસ્ટોરાં અને કરિયાણાની દુકાનો ક્યાં છે! જાણો વિગત

16 January, 2022 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિપોર્ટ અનુસાર, મેટાની માલિકીની કંપની વોટ્સએપે હાલમાં જ બિઝનેસ ડિરેક્ટરી નામનું ફીચર લોન્ચ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ માટે પણ સમયાંતરે નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. તાજેતરમાં, કંપનીએ WhatsApp Businessના યુઝર્સ માટે આવું જ એક અદ્ભુત ફીચર બહાર પાડ્યું છે. કંપનીનું આ ફીચર ગૂગલ સર્ચની જેમ કામ કરશે અને તમને તમારી આસપાસની રેસ્ટોરાં અને ગ્રોસરી સ્ટોર્સ વિશે જણાવશે. આ સુવિધા ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. ચાલો આ ફીચર વિશે વિગતવાર જાણીએ.

રિપોર્ટ અનુસાર, મેટાની માલિકીની કંપની વોટ્સએપે હાલમાં જ બિઝનેસ ડિરેક્ટરી નામનું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હેઠળ બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ એપ પર લોકલ રેસ્ટોરન્ટ અને ગ્રોસરી સ્ટોરને ટ્રેક કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર સૌથી પહેલા બ્રાઝિલમાં બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાં તેની સફળતા પછી, તે હવે દરેક જગ્યાએ રિલીઝ કરવામાં આવી શકે છે.

બિઝનેસ ડિરેક્ટરી નામના આ ફીચરમાં તમે સરળતાથી લોકલ બિઝનેસ સર્ચ કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે બંને પ્લેટફોર્મના યુઝર્સ તેનો લાભ લઈ શકે છે. જોકે, આ માટે તમારે તમારી હાલની એપ અપડેટ કરવી પડશે. તમે એપને અપડેટ કર્યા પછી જ આ નવી સુવિધાનો લાભ લઈ શકો છો.

tech news technology news whatsapp