હવે ગૂગલ કરશે દુભાષિયાનું કામ, કરી આપશે સચોટ અનુવાદ

17 May, 2019 03:30 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

હવે ગૂગલ કરશે દુભાષિયાનું કામ, કરી આપશે સચોટ અનુવાદ

હવે ગૂગલ કરશે દુભાષિયાનું કામ, કરી આપશે સચોટ અનુવાદ

ગૂગલ સર્ચ એન્જિને પોતાના પહેલા ડાયરેક્ટ સ્પીચ ટુ સ્પીચ ટ્રાંસલેશન સિસ્ટમની ઘોષણા કરી છે. ગૂગલની આ નવી સિસ્ટમનું નામ ટ્રાન્સલેટોટ્રોન રાખવામાં આવ્યું છે. ગૂગલ બોલીને આપવામાં આવેલા નિર્દેશો કે ભાષણનું બીજી ભાષામાં સચોટ અનુવાદ કરીને આપી શકે છે. આ સમયે વક્તા પોતાનો અવાજ અને ટેમ્પો યથાવત રાખી શકે છે. આ સ્પેક્ટોગ્રામ ઈનપુટ દ્રશ્યની આવૃતિઓને ઓળખીને તેનો અનુવાદ કરે છે.

ગૂગલ AIના સોફ્ટવેર એન્જિનિયર્સ યે જિયા અને રૉન વેસે આ વિશે બુધવારે એક બ્લૉગ પોસ્ટ લખ્યું છે. જિયા અને વેસે કહ્યું કે ગૂગલ સ્પીચ ટ્રાંસલેટર વધુ સુવિધાજનક તો છે જ, તેનો અનુવાદ પણ વધારે સચોટ અને સહજ છે. સર્ચ એન્જિન     કંપનીએ દુભાષિયા વગર બે અલગ અલગ ભાષા બોલતા લોકોની મુશ્કેલી આસાન કરી છે.

આ પણ વાંચોઃ ભારતીયોને લગ્ન કરતા ડેટિંગમાં વધુ રસઃ ગૂગલ સર્ચની આદત પરથી તારણ

ટાંસલેટોટ્રોન નામનું આ અનુવાદક મૂળ વક્તાના અવાજની ખૂબીઓને અનુવાદ સમયે જાળવી રાખે છે. જેના કારણે અનુવાદ કરેલી સ્પીચ વધારે સહજ અને ઓછી ખામી વાળી લાગે છે. ગૂગલ આ પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહ્યું  હતું. તેની યોજના આ સિસ્ટમને વધુ સફળ બનાવવાની છે આ પહેલા 2018માં ગૂગલ વધુ ભાષાઓ સાથે રીઅલ ટાઈમ ટ્રાંસલેશન ફીચર લાવી ચુક્યું છે.

google tech news