લોન્ચ પહેલા Nokia 7.2નો લુક થયો રિવીલ, જાણો શું છે ખાસિયત

19 August, 2019 06:53 PM IST  | 

લોન્ચ પહેલા Nokia 7.2નો લુક થયો રિવીલ, જાણો શું છે ખાસિયત

આવતા મહિને 5 સપ્ટેમ્બરના રોજ ઈલેક્ટ્રોનિક શૉ IFA 2019 યોજાશે. આ શૉમાં HMD ગ્લોબલ કંપની તેના નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ શૉ બર્લિનમાં યોજાશે. આ ઈવેન્ટમાં નોકિયા તેના 3 સ્માર્ટફોન નોકિયા 5.2, નોકિયા 6.2 અને નોકિયા 7.2 લોન્ચ કરશે. કંપની તેના અપકમિંગ ફોનના લોન્ચને લઈને ઉસ્તાહમાં છે ત્યારે નોકિયા 7.2ના ફોટો વાઈરલ થયા છે.

HMD ગ્લોબલ કંપની 5 સપ્ટેમ્બરના રોજ તેના નવા સ્માર્ટફોનને બર્લિનમાં થનારા લોન્ચિંગ પહેલાં નોકિયા 7.2ની ફોટોઝ સોશિયલ મીડિયામાં છવાઈ રહી છે. ફોટોઝમાં નોકિયા 7.2 ફોન આકર્ષક લાગી રહ્યો છે. ફોનના બેકમાં સર્ક્યુલર રિઅર કેમેરા સેટ-અપ આપવામાં આવ્યું છે. લોન્ચિંગના થોડા સમય પછી લોકો માટે ઉપલબ્ધ કરાશે અને વેચાણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: World Photography Day: આ ફોટો એડિટિંગ એપ્સ ફોટોને બનાવશે ખૂબસૂરત

વાયરલ થયેલી તસવીરો પ્રમાણે નોકિયા 7.2માં સર્ક્યુલર રિઅર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. સર્ક્યુલર સેટ-અપની નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. તેના ફ્રન્ટ પેનલમાં વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. નોકિયા 7.2 ફોનમાં નીચેના ભાગમાં સ્પીકર અને USB પોર્ટ આપવામાં આવશે. આ ફોનમાં 6 GB રેમ સાથે ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવશે. આ ફોન ‘એન્ડ્રોઇડ 9 પાઈ’ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

tech news technology news