Keyboard પર એક સરખા ક્રમમાં અક્ષરો કેમ નથી હોતા, જાણો રહસ્ય

18 August, 2019 07:01 PM IST  |  Mumbai

Keyboard પર એક સરખા ક્રમમાં અક્ષરો કેમ નથી હોતા, જાણો રહસ્ય

Qwerty Keyboard

Mumbai : ચાર્લ્સ બૈબેજ નામના એક પ્રસિદ્ધ ગણિતજ્ઞ પ્રોફેસરે 19 મીં સદીમાં Computer ની શોધ કરી હતી. તે માટે તેને કોમ્પ્યુટરનો પિતા પણ કહેવામાં આવે છે. જો કે ત્યારથી લઈને હાલ સુધી કોમ્પ્યુટરમાં ગણા બદલાવ થયા છે. તમારી આંગળીઓ કોમ્પ્યુટર કિબોર્ડ પર જેટલી ઝડપથી ચાલે છે, તેટલી જ ઝડપથી દુનિયામાં સૂચનાઓનું આદાન-પ્રદાન થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડના બધા અક્ષર ક્રમમાં કેમ નથી હોતા.



Keyboard નો ઉપયોગ લગભગ આપણે રોજ કરતા હોઈએ છીએ. કીબોર્ડ અને મોબાઈલ કીપૈડમાં શરૂઆતી અક્ષર ક્વાર્ટી (QWERTY)થી શરૂ થાય છે. ક્રિસ્ટોફર શોલ્સે ક્વોર્ટીની રૂપરેખા તૈયાર કરી હતી. સૌથી પહેલા વર્ષ 1874માં આવેલા ટાઈપરાઈટરમાં શબ્દોનો ઉપયોગ આ રીતે જ થતો હતો. તે સમયે આને રેમિંગ્ટન-1 નામથી જાણવામાં આવતુ હતુ.

આ પણ જુઓ : ગુજરાતના વૈભવશાળી વારસાને જાણવા લો આ મ્યુઝિયમની મુલાકાત

જ્યારે શોલ્સ શબ્દોની પદ્ધતિ અને ક્રમ નિર્ધારણ કરી રહ્યાં હતા તો તેમણે જોયું કે જ્યારે બટનને સીધા ક્રમમાં રાખવામાં આવ્યા તો ટાઈપરાઈટરમાં બટન જામ થઈ રહ્યાં હતા અને એક બાદ એક જામ થવાથી દબાવવામાં મુશ્કેલી પડી રહી હતી. તો આ જ કારણ છે કે કીબોર્ડમાં (QWERTY) શબ્દોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

technology news