ગુજરાતના વૈભવશાળી વારસાને જાણવા લો આ મ્યુઝિયમની મુલાકાત

Published: Apr 21, 2019, 16:24 IST | Falguni Lakhani
 • ગાંધી સ્મૃતિ મંદિર ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ હવે મ્યુઝિયમમાં ફેરવાઈ ચુકી છે. 25 કરોડથી વધુના ખર્ચે અહીં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના જીવનના મહત્વના પ્રસંગોને અત્યાધુનિક ટેક્નોલોજીના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.

  ગાંધી સ્મૃતિ મંદિર
  ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ હવે મ્યુઝિયમમાં ફેરવાઈ ચુકી છે. 25 કરોડથી વધુના ખર્ચે અહીં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના જીવનના મહત્વના પ્રસંગોને અત્યાધુનિક ટેક્નોલોજીના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.

  1/10
 • મહારાજ ફતેહસિંહ મ્યુઝિયમ વડોદરાના રાજવીઓના નિવાસસ્થાન લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાજ ફતેહસિંહ મ્યુઝિયમ આવેલું છે. જેમાં 19મી સદીની શાહી વસ્તુઓને સાચવવામાં આવી છે. જે મહારાજ સર સયાજીરાવ ગાયકવાડે પોતાના ભારત પ્રવાસ દરમિયાન કલેક્ટ કરી હતી.

  મહારાજ ફતેહસિંહ મ્યુઝિયમ
  વડોદરાના રાજવીઓના નિવાસસ્થાન લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાજ ફતેહસિંહ મ્યુઝિયમ આવેલું છે. જેમાં 19મી સદીની શાહી વસ્તુઓને સાચવવામાં આવી છે. જે મહારાજ સર સયાજીરાવ ગાયકવાડે પોતાના ભારત પ્રવાસ દરમિયાન કલેક્ટ કરી હતી.

  2/10
 • કેલિકો ટેક્સટાઈલ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું કેલિકો ટેક્સટાઈલ મ્યુઝિયમ પોતાનામાં જ એક અનોખું મ્યુઝિયમ છે. 1949માં સારાભાઈ ફાઉન્ડેશન આ મ્યુઝિયમ બનાવ્યું હતું. જેમાં દુનિયાભરના ટેક્સટાઈલનું કલેક્શન છે.

  કેલિકો ટેક્સટાઈલ મ્યુઝિયમ
  અમદાવાદમાં આવેલું કેલિકો ટેક્સટાઈલ મ્યુઝિયમ પોતાનામાં જ એક અનોખું મ્યુઝિયમ છે. 1949માં સારાભાઈ ફાઉન્ડેશન આ મ્યુઝિયમ બનાવ્યું હતું. જેમાં દુનિયાભરના ટેક્સટાઈલનું કલેક્શન છે.

  3/10
 • વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ અમદાવાદ જો તમે હેરિટેજ કાર જોવાના શોખીન હોવ તો તમારી માટે આ જગ્યા બેસ્ટ છે. અમદાવાદના શ્રી પ્રાણલાલ ભોગીલાલ પરિવારે આ મ્યુઝિયમ બંધાવ્યું હતું. જેમાં દુનિયાભરની રૅર અને એક્સક્લુઝિવ કાર્સ છે.

  વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ અમદાવાદ
  જો તમે હેરિટેજ કાર જોવાના શોખીન હોવ તો તમારી માટે આ જગ્યા બેસ્ટ છે. અમદાવાદના શ્રી પ્રાણલાલ ભોગીલાલ પરિવારે આ મ્યુઝિયમ બંધાવ્યું હતું. જેમાં દુનિયાભરની રૅર અને એક્સક્લુઝિવ કાર્સ છે.

  4/10
 • કાઈટ મ્યુઝિયમ અમદાવાદ અમદાવાદના આ અનોખા મ્યુઝિયમમાં હાથથી બનાવવામાં આવેલી પતંગોનું કલેક્શન છે. અહીં 400થી વધુ પતંગો રાખવામાં આવી છે. આ મ્યુઝિયમમાં ગરબા કાઈટ, મિરર વર્ક કાઈટ, બ્લોક-સ્ટાઈલ કાઈટ, રાધા-ક્રિષ્ના કાઈટ જેવી અલગ અલગ પ્રકારની પતંગો છે. તસવીર સૌજન્યઃ theheritagelab.in

  કાઈટ મ્યુઝિયમ અમદાવાદ
  અમદાવાદના આ અનોખા મ્યુઝિયમમાં હાથથી બનાવવામાં આવેલી પતંગોનું કલેક્શન છે. અહીં 400થી વધુ પતંગો રાખવામાં આવી છે. આ મ્યુઝિયમમાં ગરબા કાઈટ, મિરર વર્ક કાઈટ, બ્લોક-સ્ટાઈલ કાઈટ, રાધા-ક્રિષ્ના કાઈટ જેવી અલગ અલગ પ્રકારની પતંગો છે.
  તસવીર સૌજન્યઃ theheritagelab.in

  5/10
 • સરદાર પટેલ મ્યુઝિયમ રાષ્ટ્રના લોખંડીને પુરૂષને સમર્પિત કરવામાં આવેલું આ મ્યુઝિયમ અમદાવાદમાં બન્યું છે. જ્યાં દસ હજારથી વધારે વસ્તુઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમમાં સરદાર પટેલ, તેમના પરિવાર અને મિત્રોના પોટ્રેઈટ પણ રાખવામાં આવ્યા છે. જેમાં તેમના જીવનની ઝાંખી જોવા મળે છે.

  સરદાર પટેલ મ્યુઝિયમ
  રાષ્ટ્રના લોખંડીને પુરૂષને સમર્પિત કરવામાં આવેલું આ મ્યુઝિયમ અમદાવાદમાં બન્યું છે. જ્યાં દસ હજારથી વધારે વસ્તુઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમમાં સરદાર પટેલ, તેમના પરિવાર અને મિત્રોના પોટ્રેઈટ પણ રાખવામાં આવ્યા છે. જેમાં તેમના જીવનની ઝાંખી જોવા મળે છે.

  6/10
 • કચ્છ મ્યુઝિયમ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...અને આ કચ્છનો ભવ્ય વારસો આ મ્યુઝિયમમાં સચવાયેલો છે. અહીં કચ્છના વૈભવશાળી સાંસ્કૃતિક વારસાની ઝલક મેળવી શકાય છે. જેને 1877માં મહારવા સર ખેંગારજી ત્રીજાએ બંધાવ્યું હતું.

  કચ્છ મ્યુઝિયમ
  કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...અને આ કચ્છનો ભવ્ય વારસો આ મ્યુઝિયમમાં સચવાયેલો છે. અહીં કચ્છના વૈભવશાળી સાંસ્કૃતિક વારસાની ઝલક મેળવી શકાય છે. જેને 1877માં મહારવા સર ખેંગારજી ત્રીજાએ બંધાવ્યું હતું.

  7/10
 • ડૉલ્સ મ્યુઝિયમ જો તમારે દુનિયાભરની ઢીંગલીઓનો ખજાનો જોવો હોય તો તમારે રાજકોટના આ મ્યુઝિયમની મુલાકાત લેવી. અહીંની ડૉલ્સનું કલેક્શન અદ્ભૂત છે. જે તમને જે-તે દેશ અને તેની સંસ્કૃતિથી પણ રૂબરૂ કરાવે છે.

  ડૉલ્સ મ્યુઝિયમ
  જો તમારે દુનિયાભરની ઢીંગલીઓનો ખજાનો જોવો હોય તો તમારે રાજકોટના આ મ્યુઝિયમની મુલાકાત લેવી. અહીંની ડૉલ્સનું કલેક્શન અદ્ભૂત છે. જે તમને જે-તે દેશ અને તેની સંસ્કૃતિથી પણ રૂબરૂ કરાવે છે.

  8/10
 • લાખોટા મ્યુઝિયમ જામનગરમાં આવેલું આ મ્યુઝિયમ દેશના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. 18મી અને 19મી સદીના ભવ્ય વસ્તુઓની ઝાંખી આ મ્યુઝિયમમાં કરી શકાય છે. જેમાં જાડેજા રાજપુત વંશની ઝલક જોવા મળે છે.

  લાખોટા મ્યુઝિયમ
  જામનગરમાં આવેલું આ મ્યુઝિયમ દેશના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. 18મી અને 19મી સદીના ભવ્ય વસ્તુઓની ઝાંખી આ મ્યુઝિયમમાં કરી શકાય છે. જેમાં જાડેજા રાજપુત વંશની ઝલક જોવા મળે છે.

  9/10
 • ગુજરાતના પૌરાણિક શહેર જૂનાગઢમાં આવેલું દરબાર હૉલ મ્યુઝિયમ ખૂબ જ લોકપ્રિય છે. જેમાં 19મી સદીના નવાબની વસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં નવાબ અને તેમના પરિવારની વસ્તુઓ, કપડાંઓ, ચિત્રો પણ છે.

  ગુજરાતના પૌરાણિક શહેર જૂનાગઢમાં આવેલું દરબાર હૉલ મ્યુઝિયમ ખૂબ જ લોકપ્રિય છે. જેમાં 19મી સદીના નવાબની વસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં નવાબ અને તેમના પરિવારની વસ્તુઓ, કપડાંઓ, ચિત્રો પણ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂૂબ જ સમૃદ્ધ છે. રાજા રજવાડાંઓના સમયથી ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રહ્યું છે. અને આ વૈભવશાળી વારસાની ઝાંખી જોવા માટે તમે આ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK