Black Hole : શું છે બ્લેક હોલ, અહીં જાણો સરળ શબ્દોમાં સમજો

10 April, 2019 09:02 PM IST  | 

Black Hole : શું છે બ્લેક હોલ, અહીં જાણો સરળ શબ્દોમાં સમજો

બ્લેક હોલ

ઇતિહાસમાં પહેલીવાર સુપરમેસિવ બ્લેક હોલની તસવીર સામે આવી

હ્યુમન હિસ્ટ્રીમાં પહેલી વાર સુપરમેસિવ બ્લેક હોલ શું છે તેની રિયલ તસવીર તમે અહીં જોઈ શકશો. સાયન્સના ક્ષેત્રમાં આ એક મોટી ઉપલબ્ધી છે. જેને પૂરું કરવામાં સુપર કોમ્પ્યુટર, સમગ્ર વિશ્વમાં લગાડાયેલા જુદાં જુદાં ટેલીસ્કોપ્સ, કેટલાય રિસર્ચર અને વિશાળ માત્રામાં ડૅટા વાપરવામાં આવે છે. આ પ્રૉજેક્ટના પરિણામની જાહેરાત, જેને Event Horizon Telescope (EHT)કહેવાય છે, આજે સમગ્ર વિશ્વમાં સ્ટ્રીમ કરાતી પ્રેસ કોન્ફરંસમાં થઈ. બ્લેક હોલ શું છે?, જો તમને નથી ખબર તો જણાવીએ કે, આકાશમાં રહેલ એક નાના સ્પેસમાં ખૂબ જ મોટા દ્રવ્યમાનને બ્લેક હોલ કહેવાય છે.

પેરિસ - LSL observativeના એક એસ્ટ્રો સાયન્ટિસ્ટે AFPને જણાવ્યું કે તેના સરળ શબ્દોમાં સમજાવીએ તો જો આના જેવું જ પૃથ્વી સાથે થાય તો આખો ગ્રહ પાણીની બાટલીના ઢાંકણામાં સમાઈ જાય. ડાયામીટર પ્રમાણે સૂર્ય માત્ર 6 KM દૂર હોય.

એલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા પબ્લિશ કરેલી લૉ ઑફ જનરલ રિલેટિવિટી પ્રમાણે બ્લેક હોલની ગુરુત્વાકર્ષણ શક્તિ એટલી વધુ હોય છે કે આની વધુ નજીક આવતાં એવી કોઇ વસ્તુ નહીં હોય જે તેનાથી બચી શકે. એવામાં તારાઓથી લઈને એલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બધું જ સામેલ છે. વિઝિબલ લાઇટ સાથે વસ્તુ કેટલી પણ મોટી કે નાની હોય આ બ્લેક હોલથી બચી શકશે નહીં.

અન્ય ભાષા કે શબ્દોમાં બ્લેક હોલ ઇન્વિઝિબલ હોય છે. તેના દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષણને લેબમાં પણ બીજીવાર બનાવી શકાતું નથી. જો એવું કરવામાં આવે તો તે સંપૂર્ણ લેબ અને તેની આસપાસની બધી વસ્તુઓને તે ખાઇ જશે. તે છતાં વૈજ્ઞાનિકોને તેના વિશાળ પ્રભાવને કારણે બ્લેક હોલ વિશે ઘણી માહિતી છે. બ્લેક હોલ બે પ્રકારના હોય છે.

 

સુપરમેસ્સીવ બ્લેક હોલ સુર્ય કરતા 10 લાખ ગણું મોટું છે

1. બ્લેક હોલ ત્યારે બને છે જ્યારે કોઈ મોટા તારાનું કેન્દ્ર આપોઆપ નાશ થઈ જાય છે આ પ્રક્રિયાથી Supernova બને છે. તેની શક્તિની વાત કરીએ તો સૂર્યની તુલનામાં 20 ગણું વધારે મોટું હોય છે. Supermassive Black Hole સૂર્યની તુલનામાં ઓછામાં ઓછું દસ લાખ ગણું મોટું હોય છે. વૈજ્ઞાનિકોએ ધ્યાન આપ્યું છે કે આવા જાયન્ટ આપણી ગેલેક્સી Milky Way સહિત દરેક મોટી ગેલેક્સીની મધ્યમાં છે. ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ દ્વારા ટ્રેક કરાયેલ બન્ને બ્લેક હોલ આ પ્રકારના હતા.

2. આ બ્લેક હોલ સૌથી મોટા બ્લેક હોલ માનવામાં આવે છે. આ સૂર્યથી 6 બિલિયન ગણું વધારે મોટું છે અને આપણા ગ્રહથી કંઈક 50 મિલિયન લાઇટ વર્ષ દૂર છે. આ ગેલેક્સી M87ની મધ્યમાં છે.

આ પણ વાંચો : Realme Yo Days sale: 1 રૂપિયામાં ખરીદો બેગપેક અને ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોન

તો જો એસ્ટ્રો વૈજ્ઞાનિકો બ્લેક હોલ ન જોઈ શકે તો પણ તે એ જોઇ શકે છે કે તેની આસપાસ કે ઇવેન્ટ હોરાઇઝન પર શું થાય છે. આને point of no returnના નામે પણ ઓળખવામાં આવે છે.

tech news