ફેસ્ટિવ સિઝન સેલમાં પ્રોડ્ક્ટસ ખરીદતા પહેલા જાણી લો આ વાત

23 September, 2019 07:08 PM IST  |  મુંબઈ

ફેસ્ટિવ સિઝન સેલમાં પ્રોડ્ક્ટસ ખરીદતા પહેલા જાણી લો આ વાત

એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઈ કોમર્સ કંપનીઓના ઓનલાઈન સેલ શરૂ થવાના છે. આ સેલમાં સંખ્યાબંધ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ઉપરાંત ફેશન અને હોમ અપ્લાયન્સિઝ ઓછી કિંમતે કે ડિસ્કાઉન્ટ ઓફરમાં મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસ્ટિવ સિઝનમાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે. તો ભારતમાં 2014 બાદ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો છે. પહેલા ટાયર 1 શહેરના યુઝર્સ જ ઓનલાઈન શોપિંગ કરતા હતા, હવે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં પણ ઓનલાઈન શોપિંગ વધ્યું છે.

વિક્સી રહ્યો છે ઈ કોમર્સ બિઝનેસ

તમને જણાવી દઈએ કે ભારતમાં ઓનલાઈન પોર્ટલ પરથી શોપિંગનું માર્કેટ 25 અરબ ડૉલરનું મનાય છે. આગામી 10 વર્ષમાં આ બજાર વધીને 200 અરબ અમેરિકન ડૉલર સુધી પહોંચી જશે. ઓનલાઈન સેક્ટરમાં વધતી એક્ટિવિટીને કારણે દુનિયાભરના મોટા પ્લેયર્સ વૉલમાર્ટ, એમેઝો,ન અલીબાબા જેવી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. સરકારે ગત 30 જુલાઈએ ઓનલાન સેક્ટર માટે સંસ્થા બનાવવા પોલિસી ઘટી છે.

પ્રોડક્ટની રેટિંગથી ન થાવ કન્ફ્યૂઝ

મોટા ભાગના ગ્રાહકો ઓનલાઈન શોપિંગ કરતા પહેલા કોઈ પણ પ્રોડક્ટનું રેટિંગ ચેક કરે છે. જો રેટિંગ બરાબર હોય તો જ યુઝર્સ સામાન ખરીદે છે. તમને જણાવી દઈએ કે મોટા ભાગે ઓનલાઈન સાઈટ પર અપાતા રિવ્યુ બોગસ હોય છે. કેટલાક ગ્રાહકો ઓનલાઈન સામાન ખરીદતા પહેલા રિવ્યુ કે ફોટો જોઈને સમજે છે કે વસ્તુ સારી છે, પરંતુ જ્યારે ડિલીવરી આવે તો પ્રોડ્ક્ટ્સ ક્યારેક બોગસ નીકળે છે. બાદમાં ઓનલાઈન પોર્ટલ કે ઈ કોમર્સ કંપનીઓ સામાન પાછો લેવામાં આનાકાની કરે છે. આવી ઘટનાઓ સામે આવ્યા બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે.

બોગસ રેટિંગ મામલે સરકાર કડક

બોગસ રેટિંગ અટકાવવા માટે વાણિજ્ય અને ગ્રાહક મંત્રાલયે ઈ કોમર્સ માટે નવી ગાઈડલાઈન્સ બનાવી છે. જે અતંર્ગત જે પ્રોડક્ટના બોગસ રેટિંગ પર લગા લાગશે અને તેને રોકવા માટે અનફેર બિઝનેસ પ્રેક્ટિસ અંતર્ગત કાયદાકીય પગલાં લેવાશે. ડ્રાફ્ટ પોલિસી અંતર્ગત કોઈ પ્રોજક્ટ બોગસ હશે કે ડેમેજ હશે તો તેના માટે વિક્રેતા સાથે ઈ કોમર્સ પોર્ટલ પણ જવાબદાર ગણાશે.

રિપ્લેસમેન્ટ પોલિસીનું ધ્યાન રાખો

જો તમને બોગસ, ખોટો કે તૂટેલો સામાન મળે તો કંપની કે વેપારી ગ્રાહકોને 14 દિવસમાં રિફંડ આપશે. સાથે જ ગ્રાહકની ફરિયાદનો 30 દિવસમાં ઉકેલ લાવવો પણ જરૂરી છે. પોર્ટલ પર અપાયેલી ડિટેઈલ્સ પ્રમાણેનો સામાન ન હોય તો ગ્રાહક સામાન પાછો આપી શકે છે. એટલું જ નહીં ઓનલાઈન પોર્ટલ પર વેપારીનું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર આપવો જરૂરી બને છે. રિફંડ અને રિપ્લેસમેન્ટ પોલિસીની પૂરી માહિતી વેબસાઈટ પર આપવી જરૂરી છે.

આ પણ વાંચોઃ Realme Festive Days Sale:સ્માર્ટફોન્સ પર મળશે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

પ્રોડક્ટ ખરીદતા પહેલા અન્ય જગ્યાએ કરો ચેક

આ ફેસ્ટિવ સિઝન દરમિાયન તમે કોઈ પ્રોડક્ટ ખરીદવા ઈચ્છો છો તો આ ગાઈડલાઈન્સ ધ્યાન રાખો. કોઈ નવી બ્રાંડની પ્રોડક્ટ ખરીદતા પહેલા તે પ્રોડક્ટ વિશે શોપિંગ પોર્ટલ ઉપરાંત અન્ય જગ્યાઓ પર તપાસ કરો. જો બ્રાન્ડ વિશ્વસનીય ન હોય તો પ્રોડક્ટ ખરીદ્યા બાદ પણ પાછી આપી શકો છો. એમેઝોન અને ફ્લિપકાર્ટની રિટર્ન પોલિસી વાંચીને જ પ્રોડક્ટ ખરીદો.

amazon flipkart tech news technology news