Jio Giga Fiber ના નવા પ્લાનમાં આ ઓફર મળી શકે છે

05 September, 2019 04:45 PM IST  |  Mumbai

Jio Giga Fiber ના નવા પ્લાનમાં આ ઓફર મળી શકે છે

Mumbai : Jio Fiber સર્વિસને આજે એટલે કે ગુરુવારે કોમર્શિયલ લોન્ચિંગ કરવામાં આવશે. આ સર્વિસ અંતર્ગત કંપની broadband કનેક્શન સાથે અનેક ઓફરો આપી શકે છે. નવા કનેક્શનમાં ફ્રિ સેટ-ટોપ બોક્સ પણ ઓફર કરી શકે છે. આ સેટ-ટોપ બોક્સ માત્ર નવા પરંતુ તેને સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ ડિવાઇસની જેમ ઉપયોગ કરી શકાશે. આજે જીઓ ગીગા ફાઇબરના પ્લાનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Jio Fiber યુઝર્સને 700 થી 10,000 નો પ્લાન ઓફર કરી શકે છે
Jio Fiber સર્વિસ સાથે યુઝર્સને 700 થી લઇને 10,000 સુધીના પ્લાન ઓફર થાય તેવી સંભાવના છે. બીજી તરફ કંપની દ્વારા કોઇ જાહેરાત થાય એ પહેલા જાણકારી સામે આવી છે કે Jio Fiber broadband સર્વિસ સાથે યુઝર્સને ફ્રિ સેટ-ટોપ બોક્સ આપવામાં આવશે. જેમાં યુઝર્સને ફ્રિ વોઇસ કોલની સાથે 700થી શરૂ થતા પ્લાનમાં 100 એમબીપીએસની ગતિથી બ્રોડ બેડ સ્પીડ સાથે સાથે ફ્રિ એચડી ટીવીનો લાભ પણ મળશે. Jio Fiber સર્વિસ અંતર્ગત યુઝર્સને મોબાઇલ એપ્સની મદદથી ફિલ્મ એને વીડિયો જોવાની સુવિધા પણ મળશે. આ સર્વિસનો તોઇ ડ છુપો ખર્ચ નથી. આ તમામ સુવીધા બ્રોડ બેન્ડ સાથે ફ્રિમાં મળશે.

આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

Jio સેટ ટોપ બોક્સ સાથે યુઝર્સે કેમેરા ફોન કનેક્ટ કરવો પડશે
સેટ-ટોપ બોક્સની મદદથી ટીવીમાં વિડિયો કોલિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. પણ તેના માટે યુઝર્સે સેટ-ટોપ બોક્સ સાથે પોતાનો ફોન કેમેરા કનેક્ટ કરવો પડશે.
Jio સેટ-ટોપ બોક્સ યુઝર્સે મોટા કેબલ ઓપરેટરની તમામ ચેનલ્સ પણ ઉપલબ્ધ થશે. Reliance Jio પાસે Den અને Hathway જેવી મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ છે.જેથી સબસ્કાઇબર્સ Jio સેટ-ટોપ બોક્સની પસંદગી કરી શકે છે.

technology news