ITR વેરિફાય કરવું સરળ બન્યું, ફોઓવ કરો આ સ્ટેપ્સ

12 August, 2019 07:06 PM IST  | 

ITR વેરિફાય કરવું સરળ બન્યું, ફોઓવ કરો આ સ્ટેપ્સ

ટેક્સ ભરનારા કરદાતાઓને રાહત આપવા માટે ઈનકમ ટેક્સ વિભાગે ઈન્કમ ટેક્સ રીટર્ન (ITR) ચકાસવા માટે નવી સુવિધા આપી છે. આ સુવિધા અંતર્ગત કરદાતાઓ લોગ ઇન કર્યાં વગર જ ITR ચેક કરી શકે છે. ઈનકમ ટેક્સ વિભાગે ITR વેરિફાય કરવા માટે તેનાં ઈ-ફાઇલિંગ પોર્ટલ પર નવી લિંક શરૂ કરી છે. વેબસાઈટની લિંક પોર્ટલ પર ડાબી બાજુએ ઈ-વેરિફાય રીટર્ન નામથી ક્વિક લિંક સેક્શનમાં બનાવવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરવાથી ઈ-વેરિફિકેશન પેજ ખૂલશે.

આ પેજ પર તમે પાનકાર્ડ, અસેસમેન્ટ યર અને ITR ફોર્મ -5માં આપવામાં આવેલા એકનોલેજમેન્ટ નંબર વિશે માહિતી આપીને તમારું ITR વેરિફાય કરી શકો. ઈનકમ ટેક્સ વિભાગની માહિતી અનુસાર, ITR ફાઇલ કર્યાં પછી 120 દિવસની અંદર રિટર્ન વેરિફાય કરવાનું રહે છે. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. આ પછી ITR વેરિફાય કરી શકો છો.

જો તમે તમારું ITR વેરિફાય નથી કરતા તો તેની પર કોઈ પ્રક્રિયા અનુસરવામાં આવશે નહીં અને રિટર્ન ભરાયેલુ ગણાશે નહી. વેરિફાય નહી કરાયેલા ITR પર રિટર્ન ફાઇલ ન કરવા બદલ દંડ પણ થઈ શકે છે. ITR વેરિફાય કરવું એ આવકવેરાના કાયદા અનુસાર ફાઇલિંગનું છેલ્લુ સ્ટેપ છે. ITR ભર્યાં પછી તેને વેરિફાય કરવું ફરજિયાત નથી.

income tax department gujarati mid-day