લો બોલો, આ ભારતીયને ખામી શોધવાના મળ્યા 75 લાખ રૂપિયા

02 June, 2020 08:31 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લો બોલો, આ ભારતીયને ખામી શોધવાના મળ્યા 75 લાખ રૂપિયા

એપલ (ફાઇલ ફોટો)

એપલ કંપનીએ એપલ ફોનમાં ખામી શોધી આપવા બદ્દલ ભારતના ડેવલપર ભાવુક જૈનને એક લાખ ડૉલર (ભારતીય રકમ પ્રમાણે લગભગ 75 લાખ રૂપિયા)નું ઇનામ આપ્યું છે.

ભાવુક જૈને એપલના બગ બાઉન્ટી પ્રૉગ્રામમાં ભાગ લીધો અને ઝીરો-ડે (Zero-Day) ખામી શોધી બતાવી હતી, આ ખામી કંપનીની 'Sign in with Apple' સિસ્ટમમાં હતી.

27 વર્ષના ભાવુક જૈને પોતે કરેલા બ્લૉગ પોસ્ટમાં જણાવ્યું છે કે આ સિસ્ટમનો ઉપયોગ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન કરતી હોવાને કારણે આ માટે કોઇપણ પ્રકારના વધુ સુરક્ષાના માપદંડ નહોતા. તેણે પોતાના બ્લૉગમાં લખ્યું છે કે આ ખામીનો ફાયદો ઉપાડીને હૅકર્સ Dropbox, Spotify, Airbnb અને Giphy જેવી થર્ડ પાર્ટી ઍપ્લિકેશન પર લૉગ-ઇ કરનાર એપલ યૂઝર્સના અકાઉન્ટનું એક્સેસ મેળવી શકે.

Sign in with Appleને ગયા વર્ષે જૂનમાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આની મદદથી એપલ યૂઝર્સ થર્ડ પાર્ટી ઍપ્સ પર લૉગ-ઇન કરી શકતાં હતાં. જેમાં યૂઝર્સે નામ અને ઇમેઇલ એડ્રેસ વગેરેની માહિતી આપવી પડતી હતી.

દિલ્હીના ભાવુક જૈને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન્સમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તે એક ફુલ-ટાઇમ બગ બાઉન્ટી હંટર છે. મળતી માહિતી પ્રમાણે એપલને તપાસમાં ખ્યાલ આવ્યો કે આ રીતનો ઉપયોગ કરીને અત્યાર સુધી કોઇએ પણ એપલ અકાઉન્ટ હૅક કરી બતાવ્યું નહોતું. પણ આ કામ એક ભારતીયએ કરી બતાવ્યું અને એપલે હવે આ ખામી સુધારી છે.

apple tech news technology news national news