ભારતીય વાયુસેનાએ લૉન્ચ કરી PUB G જેવી પોતાની કોમ્બેટ ગેમ

31 July, 2019 05:12 PM IST  |  મુંબઈ

ભારતીય વાયુસેનાએ લૉન્ચ કરી PUB G જેવી પોતાની કોમ્બેટ ગેમ

ઈન્ડિયન એરફોર્સ પોતાની મોબાઈલ ગેમ લોન્ચ કરી છે. વાયુસેનાએ Indian Air Force: A Cut Aboveના નામથી પોતાની ગેમ લોન્ચ કરી છે. યુવાનો ઈન્ડિયન એરફોર્સ જોીન કરે તે માટે આ ગેમ લોન્ચ કરવામાં આવી છે. એરસ્ટાફ ચીફ એર માર્શલ B S Dhanoaએ કોમ્બેટ પર આધારિત મોબાઈલ ગેમ Indian Air Force: A Cut Above લોન્ચ કરી છે.

આ ગેમ જુદા જુદા મોડ્સમાં ઉપલબ્ધ છે. Indian Air Forceની આ ગેમમાં ટ્રેનિંગ, સિંગલ પ્લેયર અને ફ્રી ફ્લાઈટ સામેલ છે. આ ઉપરાંત ગેમ ઈન્ટરફેસમાં Indian Air Force વિશે માહિતી પણ આપવામાં આવી છે. આ મોબાઈલ ગેમ એન્ડ્રોઈડ અને iOS માટે ઉપલબ્ધ છે. તમે આ ગેમ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. Indian Air Force: A Cut Aboveમાં 10 જુદા જુદા મિશન આપવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ સ્ટોરી લાઈન છે. તમને આ ગેમમાં ફાઈટર્સ, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર્સ મળશે અને આ ગેમ તમે ઓફલાઈન પણ રમી શક્શો. તેનો અર્થ એ છે કે તમારે આ ગેમ રમવા માટે ઈન્ટરનેટ એક્સેસની જરૂર નથી.

Indian Air Force: A Cut Above ગેમમાં હાલ સિંગલ પ્લેયરનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આગામી સમયમાં તેમાં મલ્ટીપ્લેયરનો વિકલ્પ પણ આપવામાં આવશે. મલ્ટી પ્લેયરમાં તમે ઓનલાઈન કનેક્ટ કરીને તમારા ફ્રેન્ડઝ સાથે ગેમ રમી શક્શો. આ ઉપરાંત આ ગેમમાં ARનું ફીચર પણ આપવામાં આવ્યું છે, જે ગેમિંગ એક્સપિરીયન્સને વધુ સારો બનાવશે. આ ગેમના ટ્રેનિંગ સેશનમાં એરક્રાફ્ટ હેન્ડલ કરવાથી લઈને વેપન અને સ્ટ્રેટેજી બનાવવા અંગે માહિતી અપાશે. iOSમાં આ ગેમની સાઈઝ 1 જીબીની છે. ગેમના ટ્યુટોરિયલમાં યુઝર્સને હાઈ પ્રોફાઈલ એરક્રાફ્ટ કંટ્રોલ કરતા શીખવવામાં આવશે. આ ટ્રેનિંગ બાદ પ્લેયર્સ એરક્રાફ્ટ ચલાવી શક્શે.

આ પણ વાંચોઃ મારા લગ્ન માંડ માંડ થયા,હવે મારા કઝિન-નણંદ વચ્ચે સંબંધથી સ્થિતિ કથળી છે

આ મલ્ટીપ્લેયર ગેમમાં બે મોડ આપવામાં આવશે. તેના પહેલા મોડમાં Squad vs Squad હશે. જે મુજબ બે ગ્રુપમાં ગેમ રમવા મળશે. બીજો મોડ ફ્રી મોડ હશે. જેમાં જે પ્લેયર છેલ્લે સુધી બચશે, જે જીતી જશે. આ ગેમમાં યુઝર્સ પાસે લોન્ગ રેન્જ મિસાઈલ વાપરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. મલ્ટી પ્લેયર ફીચર ઓક્ટોબર સુધી લોન્ચ કરવામાં આવશે.

life and style