ભારતમાં 55% લોકો OTT અને 41% લોકો DTH ના માધ્યમનો ઉપયોગ કરે છે

18 September, 2019 08:45 PM IST  |  Mumbai

ભારતમાં 55% લોકો OTT અને 41% લોકો DTH ના માધ્યમનો ઉપયોગ કરે છે

Mumbai : ઇન્ટરનેટના વિસ્તૃતીકરણ અને ઝડપી ઇન્ટરનેટની સ્પીડને કારણે દેશના યુઝર્સ વીડિયો કન્ટેન્ટ જોવાની રીત બદલી રહ્યાં છે. દેશમાં 55% લોકો ટીવી શૉ, ફિલ્મ, સ્પોર્ટ અને અન્ય કન્ટેન્ટ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ જેવા કે હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ પર જુએ છે. 41% લોકો કન્ટેન્ટ જોવા માટે DTH (ડાયરેક્ટ ટૂ હોમ) પ્લેટફોર્મ જેવા કે ટાટા સ્કાય, ડિશ ટીવીનો ઉપયોગ કરે છે.


એપ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ 'મો મેજિક'ના સર્વેમાં આ બાબતોનો ખુલાસો થયો છે. કેબલ વગર અને સેટેલાઇટ પ્રોવાઇડરના હાઈ સ્પીડ ઇન્ટરનેટથી ટીવી અને ફિલ્મ કન્ટેન્ટ જોવાની સુવિધા આપતી સિસ્ટમને ઓવર ધ ટોપ’ (OTT) કહેવામાં આવે છે. ભારતમાં હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, વૂટ, ઝી 5 અને સોની લાઈવ મુખ્ય OTT પ્લેટફોર્મ છે. આ સર્વે અનુસાર ભારતમાં અત્યારે હોટસ્ટાર સૌથી લોકપ્રિય છે.


OTT માધ્યમ DTH મોટી ટક્કર આપે છે
OTT માધ્યમનું વિસ્તૃતીકરણ DTH પ્લેટફોર્મને સારી એવી ટક્કર આપી રહ્યા છે. મોબાઈલના માધ્યમથી મુસાફરી દરમિયાન અને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ વીડિયો કન્ટેન્ટ સુવિધાને લીધે OTT માધ્યમનો ઉપયોગ વધી રહ્યો છે. આ સર્વે ચાલુ વર્ષના જૂનથી ઓગસ્ટ મહિનામાં 7500 યુઝર પર કરવામાં આવ્યો હતો.


છેલ્લા 6 મહિનામાં ઓછામાં ઓછી 1 વાર 85% લોકોએ OTT પર વીડિયો જોયા છે
આ સર્વે અનુસાર, 85% લોકોએ ગત 6 મહિનામાં ઓછામાં ઓછી 1 વખત OTT પ્લેટફોર્મ પર વીડિયો કન્ટેન્ટ જોયું હતું. 70% લોકોએ મોબાઈલના માધ્યમથી વીડિયો કન્ટેન્ટ જોયા હતા. 31% લોકોએ ઓરિજનલ અને એક્સક્લૂઝિવ કન્ટેન્ટ જોયું હતું તો 30% લોકો એવાં હતાં, જેમેણે સ્પોર્ટ્સ કન્ટેન્ટ જોયું હતું. સર્વેમાં સામેલ લોકોમાં 19% લોકોએ મૂવી, 18% લોકોએ ટીવી, 45% લોકોએ કોમેડી, 23% લોકોએ એક્શન, 19% લોકોએ ડ્રામા અને 13% લોકોએ હોરર વીડિયો કન્ટેન્ટ જોયું હતું.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

વર્ષ 2023 સુધી ભારતમાં OTTનું માર્કેટ 3.60 લાખ કરોડ રૂપિયાનું થશે
ભારતમાં OTT માર્કેટ વર્ષ 2023 સુધી 3.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે. બૉસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અનુસાર વર્ષ 2018માં OTT માર્કેટ 35 હજાર કરોડ રૂપિયાનું હતું. ઇન્ટરનેટની ઝડપી સ્પીડ અને સ્માર્ટફોનના યુઝરની સંખ્યામાં વધારો થવાથી OTT માર્કેટ 15% દરે એક્સપાન્ડ થઈ રહ્યું છે. વર્ષ 2025 સુધી OTT નું વૈશ્વિક માર્કેટ 17% વધીને 240 લાખ કરોડ રૂપિયાનું થશે.

technology news