Independence Day 2020: ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો શું છે વિશેષતા

15 August, 2020 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Independence Day 2020: ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો શું છે વિશેષતા

ગૂગલે બનાવેલું ડૂડલ

આજે દેશ 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયો છે અને કોરોના મહામારીના સમયમાં પણ ગર્વ સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે ગૂગલ પણ પાછળ નથી રહ્યું અને તેણે ડૂડલ દ્વારા ભારતના સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે. આજના વિશેષ દિવસે ગૂગલને ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં ભારતની કળા અને સંગીતની ઝલક દર્શાવી છે.

ગૂગલ ડૂડલમાં સ્વતંત્રતા દિવસના અવસરે ભારતીય સંગીતની વિવિધતા દર્શાવવામાં આવી છે. આ ડૂડલ મુંબઈના આર્ટિસ્ટ સચિન ઘાનેકરે ડિઝાઈન કર્યું છે. જેમાં ટ્રમ્પેટ, શહેનાઈ, ઢોલ, વીના, બાસુરી અને સારંગી જેવા સંગીત વાદ્યો દર્શાવવમાં આવ્યા છે. ગૂગલે આ ડૂડલ દ્વારા ભારતીય સંગીતના 6000 વર્ષ કરતાં પણ વધુ જુના અને સમુદ્ધ વારસાને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ડૂડલ પર ક્લિક કરતાંની સાથે જ એક નવી વિન્ડો ઓપન થાય છે. જેમાં India Independence Day સાથે જોડાયેલાં સર્ચ રિઝલ્ટ દેખાશે. આ સર્ચ રિઝલ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણના લાઈવ સ્ટ્રીમિંગની લિન્ક પણ મુકવામાં આવી છે. સાથે જ એ પણ જોઈ શકાય છે કે આજે ટ્વીટર પર શું ટ્રેન્ડ કરી રહ્યું છે. તે સિવાય ગૂગલ સર્ચ રિઝલ્ટમાં આઝાદી સાથે જોડાયેલા સવાલોના જવાબ પણ મળશે.

15 ઓગસ્ટ 1947ના રોજ લાંબી લડાઈ બાદ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. ત્યારથી આજના દિવસને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે.

india technology news google independence day