તમારો Password હેક થયો છે કે નહીં તે Google જણાવશે આ રીતે....

03 October, 2019 09:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

તમારો Password હેક થયો છે કે નહીં તે Google જણાવશે આ રીતે....

ગૂગલ

જો તમારો પાસવર્ડ (Password) કઇ રીતે હેક થયો છે કે કોઇ અન્યએ તેનો ઉપયોગ કર્યો છે તો હવે ગૂગલ (Google) તમારી મદદ કરશે. આ પહેલા કંપનીએ પાસવર્ડ ચેક કરવા માટે એક એક્સ્ટેન્શન જનરેટ કર્યું હતું. પણ હવે કંપનીએ તેને ઇનબિલ્ટ ફીચર બનાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું કહેવું છે કે આનાથી રિયલ ટાઇમ પાસવર્ડ પ્રોટેક્શન મળશે અને આ માટે તમારે કોઇ પણ એક્સટેંશનની પણ જરૂર નહીં પડે.

ગૂગલ પાસવર્ડ માટે નવું ફીચર લાવી રહી છે
નોંધનીય છે કે ગૂગલ પાસવર્ડ મેનેજર એન્ડ્રોઇડ અને ક્રોમમાં સિન્ક થાય છે. કંપની હવે એક નવો પાસવર્ડ ચેકઅપ ફીચર લાવી રહી છે જે એનાલાઇઝ કરશે કે તમારું લૉગ ઇન કોઇ મોટી સિક્યોરિટી બ્રીચનો ભાગ તો નથી ને. આ ફીચર ઇનબિલ્ટ રહેશે.

જો કોઇ મોટી હેકિંગમાં તમારું અકાઉન્ટ પાસવર્ડ બ્રીચ થયું છે તો ગૂગલ તમને પાસવર્ડ બદલવાની સલાહ આપશે. જો તમે સરળ પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તેની માટે પણ ગૂગલ તમને ચેતવશે. તેની માટે ક્રોમમાં બિલ્ટ ઇન ફીચર આપવામાં આવશે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગૂગલે પોતાના વેબ બ્રાઉઝર ક્રોમ માટે પાસવર્ડ ચેકઅપ એક્સટેન્શન લૉન્ચ કર્યું હતું, કંપની પ્રમાણે આ એક્સટેન્શન 10 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. પણ હવે ટૂંક સમયમાં જ ગૂગલ ક્રોમમાં બિલ્ટ ઇન પાસવર્ડ ચેકઅપ આપવામાં આવશે. એટલે કે યૂઝર્સને કોઇ અન્ય એક્સટેન્શનની જરૂર નહીં પડે. ગૂગલે કહ્યું કે કંપની આ ટૂલ સિક્યોરિટી ઇશ્યૂઝને લઈને કરી રહી છે.

ગૂગલે ગૂગલ અકાઉન્ટમાં જ ચેકઅપ ઑપ્શન આપ્યું છે. આનાથી સમજી શકાય છે કે તમારું પાસવર્ડ કોઇ હેકિંગ કૉમ્પ્રોમાઇઝ થયું છએ કે નહીં જો તમે લાસ્ટ પાસ પાસવર્ડ મેનેજર વાપરો છો તો આવા ફીચર તે ટૂલમાં પણ આપવામાં આવ્યા છે.

tech news technology news google