વેચી રહ્યા છો જૂનો મોબાઈલ, રાખજો ધ્યાન નહીં તો લૂંટાઈ જશો

16 May, 2019 05:16 PM IST  |  મુંબઈ

વેચી રહ્યા છો જૂનો મોબાઈલ, રાખજો ધ્યાન નહીં તો લૂંટાઈ જશો

ટેક્નોલોજીનો જમાનો છે. રોજ નવા નવા ગેજેટ્સ અને નવી ટેક્નોલોજી લોન્ચ થઈ રહી છે. સાથે જ જૂની ટેક્નોલોજી એટલી જ ઝડપથી જૂની થઈ રહી છે. મોબાઈલની વાત કરીએ તો એકાદ વર્ષમાં હવે મોબાઈલ હેન્ડસેટ બદલવાનું ચલણ શરૂ થયું છે. કારણ કે મોબાઈલ એટલા ઝડપથી અપગ્રેડ થઈ રહ્યા છે. જેવું નવું મોડેલ માર્કેટમાં આવે કે લોકો જૂનું મોડેલ વેચી નાખે છે. જો તમે આવું કરતા હો તો સાવચેત થઈ જજો.

જો તમે જૂનો મોબાઈલ ફોન કે અન્ય ગેજેટ્સ વેચે છો તો પહેલા તેને ચેક કરી લેજો, કારણ કે આ ગેજેટ્સથી અંગત માહિતી ચોરી થવાની તક મળી રહે છે. આ ડિવાઈસમાં રહેલી તમારી અંગત માહિતી ડિવાઈસ વેચતા જ બીજા પાસે જતી રહે છે. આ માહિતી જો ખોટા હાથમાં પડે તો તમને નુક્સાન થઈ શકે છે. એક સર્વેમાં પ્રમાણે 10માંથી 7 લોકો પર મોબાઈલ બદલ્યા બાદ ડેટા ચોરી કરવાનો ખતરો સર્જાય છે.

જૂના મોબાઈલ અને અન્ય કોઈ સ્ટોરેજ ડિવાઈસ બદલ્યા બાદ 10માંથી 7 લોકોનો ડેટા ચોરી થવાનો ખતરો સર્જાય છે. સ્ટેલર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડિવાઈસમાં રહેલો ડેટા ગમે ત્યારે ખતરનાક લોકોના હાથમાં પડી શકે છે. જો આવું થાય તો ઓળખના પુરાવાની ચોરી, આર્થિક ફ્રોડ તેમ જ વ્યક્તિગત સુરક્ષા સામે ખતરો સર્જાઈ શકે છે.

જૂના ઈલેક્ટ્રોનિક ડિવઆઈસ પર સ્ટેલરે કરેસા રિસર્ચમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ડેટા ચોરીના વેપારથી ખતરો સર્જાઈ શકે છે. નિષ્ણાતોના કહેવા પ્રમામે ગ્રાહકો જુદી જુદી ટેક્નોલજો તો વાપરે છે, પરંતુ તેની સાથે કેવી રીતે ડીલ કરવી તે નથી જાણતા, પરિણામે સાયબર ક્રાઈમ વધવાનો ખતરો સર્જાયો છે. જૂના ગેજેટ્સ કાઢી નાખતા સમયે સુરક્ષાના કારણોસર તમારે તમારો પર્સનલ ડેટા ફોનમાંથી સંપૂર્ણ રીતે ડિલીટ કરી દેવો જોઈએ.

આ પણ વાંચોઃ તમારા સ્માર્ટફોનથી થયેલો એક WhatsApp કૉલ ઉડાડી દેશે તમારો તમામ ડેટા

સ્ટેલરે કરેલા રિસર્સ દરમિયાન 300 જૂના ડિવાઈસને સામેલ કરાયા હતા. જેમાં હાર્ડ ડ્રાઈવ, મેમરી કાર્ડ, મોબાઈલ ફોન જેવા ગેજેટ્સ સામેલ હતા. આ રિસર્ચ દરમિયાન 71 ટકા ડિવાઈસમાં ખાનગી ડેટા, વ્યક્તિગત ઓળખના પુરાવા અને સંવેદનશીલ માહિતી મળી આવી હતી.

tech news