Hyundai Kona ભારતમાં થઈ લૉન્ચ, જાણો શું છે વિશેષતા

09 July, 2019 03:20 PM IST  |  મુંબઈ

Hyundai Kona ભારતમાં થઈ લૉન્ચ, જાણો શું છે વિશેષતા

Hyundai Kona ભારતમાં થઈ લૉન્ચ

Hyundai Kona ભારતમાં લૉન્ચ થઈ ગઈ છે. કંપનીએ એને 25.30 લાખ રૂપિયાની એક્સ-શૉ રૂમ કિંમતમાં લોન્ચ કરી છે. Kona Electric ભારતની પહેલી Fully ઈલેક્ટ્રિક SUV છે. એની ડિઝાઈન ઘણી આક્રમક છે, જે પહેલી નજરમાં તમને પસંદ આવી જશે. કંપનીએ એમાં સ્પોર્ટી ડ્રાઈવિંગ ફીચર આપ્યા છે. એમાં કપંનીની તરફથી એડવાન્સ્ડ ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો છે, જે એના લાંબા પ્રવાસ માટે એક સારો વિકલ્પ છે. આ ઈલેક્ટ્રિક SUV સિંગલ ચાર્જ પર 452 કિલોમીટરનો પ્રવાસ નક્કી કરે છે.

Hyundai Konaમાં Bi-ફંક્શન LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. એ સિવાય એમાં રિયર સ્કિડ પ્લેટ, R17 ઑયલ વ્હીલ્સ, રિયર સ્પૉઈલ સાથે HMSL અને સ્પોર્ટી રૂફ રેલ્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : તમારો ફોન હેક થઇ શકે છે, પબ્લિક WiFi થી કેટલું જોખમ છે તે જોણો

Hyundai Konaના ઈન્ટીરિયરની વાત કરીએ તો એમાં લેધર સીટ્સ, લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ, ડેશબોર્ડ પર પ્રીમિયમ સૉફ્ટ ટચ પેડ, મેટલ પેડલ્સ અને સુપરવિઝન સાથે ડિજીટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર આપવામાં આવ્યા છે.

tech news technology news hyundai