WhatsAppનું નવું લૉક ફીચર-સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

07 February, 2019 01:01 PM IST  | 

WhatsAppનું નવું લૉક ફીચર-સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

આવી ગયું છે WhatsAppનું નવું ફીચર

WhatsAppએ હાલમાંજ iOS યૂઝર્સ માટે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનનું ફીચર લૉન્ચ કર્યુ છે. છેલ્લા કેટલાક સમયથી તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને હવે iOS યૂઝર્સ માટે આ સુવિધા આપી દેવામાં આવી છે. અમે મને બતાવીશું સરળ સ્ટેપ્સ આ લોક ફીચરને એક્ટિવેટ કરવા માટે.

મહત્વની વાત એ છે કે તમે નોટિફિકેશન્સમાં મળતા વ્હોટ્સએપ મેસેજીસ એપ્લિકેશન લૉક હોવા છતાં વાંચી શકો છે. અને અનલૉક કર્યા વગર રિપ્લાઈ પણ કરી શકાય છે.

આ રીતે એક્ટિવેટ કરો ફીચર
-એપલ સ્ટોર પર જઈને WhatsApp સર્ચ કરો.
-જો તમારા ફોનમાં જુનું વર્ઝન હશે તો અહીં અપડેટનું ઓપ્શન જોવા મળશે.
-કેટલાક લોકો પોતાના iPhoneમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડની માહિતી None કરીને રાખે છે. અપડેટ પર ક્લિક કરતા જ કેટલાક યૂઝર્સ પાસેથી iTunesનો પાસવર્ડ માંગવામાં આવી શકે છે. અહીં જરૂરી જાણકારી આપો.
-WhatsApp અપડેટ કરી લો.
-WhatsApp ઓપન કરો અને સેટિંગ્સમાં જાઓ.
-અકાઉંટ સેટિંગ્સમાં Privacyનો ઓપ્શન મળશે.
-આ ઓપ્શન સિલેક્ટ કરતા સૌથી નીચે Screen Lockનો ઓપ્શન હશે.
-પહેલો ઓપ્શન-Immediately, બીજો ઓપ્શન-After 1 minute અને આવી જ રીતે 1 કલાકનો ઓપ્શન છે.
-આપ અહીં ફેસ આઈડી કે ટચ આઈડી સિલેક્ટ કરી શકો છો.
-ફેસ આઈડીમાં ફેસ સ્કેન થશે, જ્યારે ટચ આઈડીમાં ફિંગરપ્રિંટ સ્કેન કરી શકાશે.
-અહીં તેમને ટાઈમ સેટ કરી શકો છો, જો દરેક વખત લૉક કરવું છે તો Immediately સિલેક્ટ કરો અથવા ટાઈમ સેટ કરી લો.

બસ તો તમારુ WhatsApp લૉક થઈ ગયું છે. આ પહેલા આઈફોન યૂઝર્સની ફરિયાદ હતી કે તેમના માટે WhatsApp લૉકનો કોઈ ઑપ્શન નથી કે ન તો કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન છે, પણ એન્ડ્રોઈડ માટે ઘણી એપ્લિકેશન્સ છે જે WhatsAppને લૉક કરવાનું કામ કરે છે. કદાચ આ જ કારણ છે કે WhatsApp પહેલા આ ફીચર આઈફોન યૂઝર્સ માટે લાવ્યું છે.

આ પણ વાંચોઃ WhatsAppમાં આવશે 6 નવા ફીચર્સ, વાપરવું થશે આસાન

tech news