શું તમારા આધારનો ગેરઉપયોગ તો નથી થતો ને? આ રીતે મેળવો માહિતી....

29 September, 2019 02:05 PM IST  |  મુંબઈ ડેસ્ક

શું તમારા આધારનો ગેરઉપયોગ તો નથી થતો ને? આ રીતે મેળવો માહિતી....

આધાર કાર્ડ

'મારું આધાર મારી ઓળખ'ના નારા સાથે દેશની સરકાર 'આધાર કાર્ડ'ને લઇને ખૂબ જ ગંભીર છે. સુરક્ષા બાબતે આવશ્યક કાર્યવાહીમાં આધારના ઉપયોગ થાય તેને લઇને પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક મહિના પહેલા જ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી કે કરદાતા હવે આધાર કાર્ડની મદદથી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો. દરમિયાન દરેક નાગરિકના મનમાં એક ડર પણ છે કે તેમના આધાર કાર્ડનો ગેરઉપયોગ તો નથી થઈ રહ્યો?

બૅન્ક ખાતાથી મોબાઇલ સુધી બધું જ લિન્ક્ડ છે...
આધાર કાર્ડનો ઉપયોગ આજે મોબાઇલના સિમ કાર્ડ ખરીદવાથી લઇને, બેન્કમાં ખાતું ખોલાવવામાં અને ગૅસ સબ્સિડીથી લઇને પ્રૉપર્ટીની લે-વેંચમાં પણ થઈ રહ્યો છે

પરવાનગી વગર ઉપયોગ કરવો ગેરકાયદેસર
સારી બાબત એ છે કે UIDAIએ પોતાની વેબસાઇટ પર જ આ અને બીજી એક નવી સુવિધા શરૂ કરી છે. એટલે કે તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઇલ કે કૉમ્પ્યુટર પર એ જાણી શકો છો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે. તમે આ સુવિધા દ્વારા ટ્રેકિંગ કરી શકો છો અને જો કોઇ દુરુપયોગ થયું છે, તો તત્કાલ તેની ફરિયાદ પણ તમે કરી શકો છો. પરવાનગી વિના 'આધાર'નો ઉપયોગ 'પ્રાઇવસીના ઉલ્લંઘન'નો મામલો બને છે.

ગરબડ લાગે તો 1947 પર કરો કૉલ
અહીં OTP Verify થતાં જ તમારી પસંદગી પ્રમાણેની તારીખો વચ્ચે 'આધાર'ના ઉપયોગની બધી જ માહિતી મળી જશે. જો તમને ખબર પડે છે કે કોઇપણ માહિતીમાં ગરબડ છે. કે કોઇ એવી જગ્યાએ તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે જ્યાં તમે નથી ઇચ્છતા તો તત્કાલ UIDAIની હેલ્પલાઇન નંબર 1947 પર ફોન કરીને તેની માહિતી આપી શકો છો.

tech news technology news