Google Indiaના હેડ રાજન આનંદનનું રાજીનામું, આ મહિનાના અંતે છોડશે કંપની

02 April, 2019 06:27 PM IST  | 

Google Indiaના હેડ રાજન આનંદનનું રાજીનામું, આ મહિનાના અંતે છોડશે કંપની

રાજન આનંદન (ફાઈલ ફોટો)

Google ને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુગલના ઇન્ડિયા હેડ રાજન આનંદે કંપનીને હવે અલવિદા કહી દીધું છે. રાજન છેલ્લા આઠ વર્ષથી આ કંપનીમાં હતા. આ પહેલા તેઓ માઇક્રોસોફ્ટ અને ડેલ કંપની સાથે પણ કામ કરી ચૂક્યા છે. ગૂગલના કન્ટ્રી ડાયરેક્ટર (સેલ્સ) વિકાસ અગ્નિહોત્રી ઇન્ટરિમ હેડ બનશે. ગૂગલના સાઉથ ઈસ્ટ એશિયા અને ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રાજન આનંદને રાજીનામું આપી દીધું છે. તે આ મહિનાના અંત સુધીમાં કંપની છોડી દેશે. ગૂગલ એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ સ્કૉટ બેયોમૉન્ટે મંગળવારે આ માહિતી આપી.

સિક્યોઇયા કેપિટલ સાથે જોડાશે રાજન

ગૂગલ ઈન્ડિયા છોડ્યા બાદ રાજન વેન્ચર ફન્ડ કંપની સિક્યોઈયા કેપિટલ જોઇન કરશે. આ ફર્મના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેન્દ્ર જે સિંહે લિંક્ડ ઈન પોસ્ટમાં કહ્યું છે કે રાજન લીડરશિપ ટીમના ભાગ બનશે. રાજનના કેટલાય સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ છે.

ઉલ્લેખનીય છે કે, રાજન 8 વર્ષથી ગૂગલમાં હતા. આ પહેલા 2010 સુધી તેઓ માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલા હતા. ગૂગલમાં તેમના રાજીનામાનું કારણ જાણી શકાયું નથી. ગૂગલના કન્ટ્રી ડાયરેક્ટર (સેલ્સ) વિકાસ અગ્નિહોત્રી, રાજનના સ્થાને ગૂગલ ઈન્ડિયાના ઈન્ટરિમ હેડ બનશે.

આ પણ વાંચો : Google એ આ સર્વિસ અને પ્રોડક્ટ કરી બંધ, એપલે કેન્સલ કર્યું એરપાવર

રાજન ડેલ અને મૈકેન્જી સાથે પણ કામ કરી ચૂક્યા છે. 2017માં તેઓ ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઑફ ઈન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. 2016માં તેઓ કેપિલરી ટેક્નોલોજીના બોર્ડમાં સામેલ થયા હતા.

tech news life and style