Happy Navratri 2019: વૉટ્સએપ સ્ટીકર્સ સાથે કરો સેલિબ્રેટ

30 September, 2019 01:09 PM IST  |  મુંબઈ ડેસ્ક

Happy Navratri 2019: વૉટ્સએપ સ્ટીકર્સ સાથે કરો સેલિબ્રેટ

વૉટ્સએપમાં ઉમેરાયા નવરાત્રિ સ્ટીકર્સ

નવરાત્રિ 2019ની દેશમાં શરૂઆત થઈ ગઈ છે અને એવામાં જો તમે તમારા પરિવારજનોને અને મિત્રોને નવરાત્રિ વિશ કરવા માંગો છો તો આજના ટેકનોલોજીના માધ્યમથી તમે સરળતાથી તેમને વિશ કરી શકો છે. તમે તેની માટે વૉટ્સએપ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ્ટિવલ સીઝનમાં વૉટ્સએપએ નવ દેવીઓ પર આધારિત સ્ટીકર્સ બનાવ્યા છે જેનો તમે નવરાત્રીમાં નવ દિવસો સુધી જુદી જુદી રીતે વાપરી શકો છો.

સામાન્ય રીતે વૉટ્સએપ દરેક તહેવારને સેલિબ્રેટ કરવા માટે સ્ટીકર્સ બનાવે છે. તહેવારો પર વિશ કરવા માટે સ્ટીકર્સ બનાવે છે. તહેવારોમાં વિશ કરવા માટે ફેસ્ટિવલ થીમ પર આધારિત સ્ટીકર્સ અને એનિમેશન્સ યૂઝર્સને પણ ખૂબ જ ગમે છે. તમે ફક્ત એક સ્ટીકર મોકલીને પણ શુભેચ્છાઓ આપી શકો છો. તેની માટે લાંબોલચક મેસેજ લખવાની જરૂર નથી. હેપ્પી નવરાત્રી 2019ના પણ વૉટ્સએપએ કેટલાક એવા સ્ટીકર્સ બનાવ્યા છે જેને તમે ડાઉનલોડ કરીને સરળતાથી વાપરી શકો છો.

આ રીતે કરો સ્ટીકર્સ ડાઉનલોડ
જો તમે વૉટ્સએપ સ્ટીકર્સ ડાઉનલોડ કરવા માગો છો તો તેની માટે તમારે પોતાનું વૉટ્સએપ અકાઉન્ટ ઓપન કરવું જેમાં વૉટ્સએપ ચેટ ઓપન કરીને તમને નીચે સ્ટીકર્સ આઇકોન દેખાશે. ત્યાં ક્લિક કર્યા પછી તમે સ્ટીકર્સ એડ કરી શકો છો. જો ત્યાં નવરાત્રી સ્ટીકર્સ શૉ નથી થતાં તો તમે સર્ચમાં જઇને પણ જોઇ શકો છો. સર્ચમાં નવરાત્રિ 2019માં તમને બધા સ્ટીકર્સ દેખાશે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

જો તમે વધું સ્ટીકર્સનો ઉપયોગ કરવા માગો છો તો પ્લે સ્ટોર પર રહેલા સ્ટીકર્સ એપ્સને ડાઉનલોડ કરી શકો છો. જેમાં તમે અલગ પ્રકારના ઇમોજી, સ્ટીકર્સ અને એનિમેશન્સ મળશે. વૉટ્સએપ પોતાના યૂઝર્સની સુવિધા માટે હંમેશા કોઇકને કોઇક નવા ફીચર રજૂ કરે છે. જણાવીએ કે છેલ્લે વૉટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટોરીઝમાં પણ શૅર કરવા માટે નવું ફીચર રોલ આઉટ કર્યું હતું. તેના પછી એન્ડ્રૉઇડ યૂઝર્સ માટે એક નવું ફીચર હાઇડ મ્યૂટ સ્ટેટસનું બીટા વર્ઝન પર રોલઆઉટ કરવામાં આવ્યું હતું જેની મદદથી યૂઝર્સ પોતાના મ્યૂટ સ્ટેટસ હાઇડ કરી શકશે.

navratri technology news tech news