WhatsAppના માધ્યમથી હેકર કરી રહ્યા છે અટેક,ક્યારેય ડાઉનલોડ ન કરો આ ફાઈલ

17 November, 2019 03:50 PM IST  |  Mumbai

WhatsAppના માધ્યમથી હેકર કરી રહ્યા છે અટેક,ક્યારેય ડાઉનલોડ ન કરો આ ફાઈલ

whatsapp હેકિંગથી બચો

ઈન્સટન્ટ મેસેન્જિંગ એપ્લિકેશન WhatsAppને હેકર્સ સતત ટાર્ગેટ કરવામાં લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અજાણ્યા ફોનના માધ્યમથી ડેટા પ્રાઈવસી અને હેકિંગનો મામલો સામે આવ્યો છે. હવે વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં યૂઝર્સને હેકર્સ વીડિયો મોકલીને માલવેર અટેલ કરી રહ્યા છે. આ હુમલાના કારણે  તમારા ફોનમાંથી તમારી ખાનગી માહિતી લીક થઈ શકે છે. ભારતીય કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પૉન્સ ટીમે આ હુમલાને હાઈ સિવરિટીમાં કેટેગરાઈઝ્ડ કર્યો છે, એટલે કે યૂઝર્સના સ્માર્ટફોન્સ પર આ હુમલાના માધ્મયથી સૌથી વધુ ખતરો હોઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયમાં ઈઝરાયલી સ્પાઈવેર નિર્માતા કંપની NSO ગ્રુપના કારણે દુનિયાભરના 1, 400થી વધારે વૉટ્સએપ અકાઉન્ટ હેક થયા હોવાના અહેવાલ આવ્યા હતા. આ અટેકના કારણે દુનિયાભરના અનેક યૂઝર્સ જેમાં હાઈ પ્રોફાઈલ પૉલિટિશિયન્સ જર્નલિસ્ટ્સ વગેરે સામેલ છે. WhatsAppની પેરેન્ટ કંપની ફેસબુકે જણાવ્યું હતું કે હેકર્સે યૂઝર્સને અજાણ્યા નંબરના માધ્મયથી એમપીફોર ફાઈલ મોકલી રહ્યા છે. આ ફાઈલને ડાઉનલોડ કરવાની સાથે જ યૂઝરના ફોન હેક થવાનો ખતરો છે.

CERTએ આ વાયરલને CVE-2019-11931ના નામથી આઈડેન્ટિફાઈ કર્યો છે. આ વાયરસ એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝને પ્રભાવિત કરી શકે છે. આ વાયરસ રેગ્યુલર એપની જેમ બિઝનેસ એપને પણ પ્રભાવિત કરી શકે છે. જો કે, WhatsAppએ જણાવ્યું છે કે લેટેસ્ટ સિક્યુરિટી પેચની મદદથી આ પ્રકારના હુમલાને ફિક્સ કરવામાં આવી રહ્યો છે. જો તમે પણ WhatsApp યૂઝર છે તો તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં જઈને તમારી એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરી લો.

આવી રીતે બંધ કરો મીડિયા ઑટો ડાઉનલોડ
આ સિવાય WhatsApp એપમાં ઑટો ડાઉનલોડ ઑપ્શનને ડિસેબલ કરવા માટે તમારે WhatsApp એપમા સેટિંગ્સમાં જવાનું રહેશે. સેટિંગ્સમાં જવા માટે એપ ઓપન કરશો એટલે તમને ઉપરના ખૂણામાં ત્રણ ટપકાં દેખાશે, તેના પર ટેપ કરો. ટેપ કર્યા બાદ તમને સૌથી નીચે સેટિંગ્સનો ઑપ્શન જોવા મળશે. સેટિંગ્સ ઑપ્શન પર ટેપ કરવા ડેટા એન્ડ સ્ટોરેજ યૂસેજ પર ટેપ કરો.  જે બાદ મીડિયા ઑટો ડાઉનલોડમાં જઈને મોબાઈલ અને વાઈ-ફાઈ બંને ઑપ્શનને અનચેક કરી દો. આ રીતે કોઈ પણ ફાઈલ તમારા ફોનમાં ડાઉનલોડ નહીં થાય

tech news