ગૂગલ Pixel 3a, Pixel 3a XL લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

08 May, 2019 09:35 AM IST  |  મુંબઈ

ગૂગલ Pixel 3a, Pixel 3a XL લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ગૂગલે નવા ફોન્સ કર્યા લૉન્ચ

Google I/O દરમિયાન ગૂગલે અનેક નવી પ્રોડક્ટ લૉન્ચ કર્યા. જેમાં પિક્સેલ સીરિઝના બે નવા ફોન્સનો પણ સમાવેશ થાય છે. આ ફોન્સ ખાસ ભારતીય બજારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જો કે, ફ્લિપકાર્ટે પહેલા જ ટીઝર જાહેર કર્યું હતું કે પિક્સેલ સ્માર્ટફોન 8 તારીખથી ઉપલબ્ધ થશે.

Pixel 3a ભારતમાં 39,999માં ઉપલબ્ધ થશે જ્યારે Pixel 3a XL 44, 999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. બંને ફોન્સમાં માત્ર બેટરી અને ડિસ્પ્લેનો જ ફરક છે. બંનેમાં એક જ કેમેરો યૂઝ કરવામાં આવ્યો છે. નવા પિક્સેલ સ્માર્ટ ફોન્સની સાથે તમને 3 મહિના માટે YouTube Music Premium ફ્રીમાં આપવામાં આવશે. સાથે ગૂગલ પર અનલિમિટેડ હાઈ ક્વૉલિટી સ્ટોરેજનો પણ ઓપ્શન આપવામાં આવશે.

ગૂગલ Pixel 3a સ્પેસિફિકેશન્સ
ગૂગલ Pixel 3aમાં 5.6ની ફુલ એચડી પ્લાસ gOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનો આસ્પેક્ટ રેશિયો 18.5:9 છે. આ સ્માર્ટ ફોનમાં Qualcomm Snapdragon 670 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. 4 જીબી રેમ અને 64 જીબીનું ઈન્ટરનલ સ્ટોરેજ છે.

પિક્સેલ સ્માર્ટફોન્સ શાનદાર ફોટોગ્રાફી માટે જાણીતા છે. આ વખતે પિક્સેલ ફોનમાં 12.2 મેગાપિક્સેલ ડ્યુઅલ પિક્સલ સોની સેંસર લગાવવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સેલનો કેમેરો છે. સાથે જ કેમેરામાં ડ્યુઅલ પિક્સેલ ડિટેક્શન કે સાથે ઑટોફોક, ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન પણ આપવામાં આવ્યું છે.

ફોનમાં રેર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે યૂએસબી ટાઈપ સી આપવામાં આવ્યો છે. ફોનમાં એક સિમ લગાવી શકશો.

આ પણ વાંચોઃ Google Pixel 4 ડ્યુલ સિમ સપોર્ટની સાથે થઈ શકે છે રજૂ

ગૂગલ Pixel 3a XL સ્પેસિફિકેશન્સ
ગૂગલ Pixel 3a XL મોટું વેરિયન્ટ છે. જેનું ડિસ્પ્લે પિક્સેલ 3a કરતા મોટું છે. ગૂગલ Pixel 3aમાં 6 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં પણ ઓલેડ પેનલ છે. ઑલવેઝ ઑન ડિસ્પ્લે પણ ફોનમાં આપવામાં આવ્યું છે. સાથે સારું બેટરી બેકઅપ પણ છે.

google tech news