હવે મફત નહીં વાપરી શકો ગૂગલની આ એપ, સબ્સ્ક્રિપ્શન માટે લાગશે ચાર્જ

09 November, 2020 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હવે મફત નહીં વાપરી શકો ગૂગલની આ એપ, સબ્સ્ક્રિપ્શન માટે લાગશે ચાર્જ

ગૂગલ (ફાઇલ ફોટો)

ગૂગલ ફોટોઝમાં કેટલાક એડિટિંગ ટૂલનો ઉપયોગ કરવા માટે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. ગૂગલ પોતાની ફોટોઝ એપના કેટલાક ફિલ્ટર્સ પેઇડ કરવાનું છે. આ ફિલ્ટર્સ અનલૉક કરવા માટે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શની જરૂર પડશે.

Google Photosનો ઉપયોગ સામાન્ય રીતે ફોટો બૅકઅપ માટે કરવામાં આવે છે. એન્ડ્રૉઇડ સ્માર્ટફોન્સમાં આ એપ ઇનબિલ્ટ આપવામાં આવે છે. આ એપમાં તમે ફોટો એડિટ પણ કરી શકો છો. હવે ગૂગલ ફોટોઝમાં ફોટો એડિટ કરવા માટે ચાર્જ આપવો પડશે. ચર્ચા છે કે ગૂગલ ફોટોઝમાં કેટલાક એડિટિંગ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.

લેવું પડશે સબ્સ્ક્રિપ્શન
એક રિપોર્ટની માનો તો ગૂગલે પોતાના ફોટોઝ એપના કેટલાક ફિલ્ટર્સ પેઇડ કરવાનો છે. આ ફિલ્ટર્સ અનલૉક કરવા માટે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શનની જરૂર છે. ગૂગલનો આ ચેન્જ ફોટોઝ એપના વર્ઝન 5.18માં જોઈ શકાશે. તો કેટલાક યૂઝર્સ કહે છે કે આ સુવિધા માટે તેમની પાસેથી સબ્સ્ક્રિપ્શન માગવામાં આવી રહ્યું છે.

નવી સર્વિસમાં મળશે બહેતર ટૂલ્સ
એક યૂઝરે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું કે ફોટોઝ એપમાં રહેલ કલર પોપ ફિલ્ટરને અનલૉક કરવા માટે તેમની પાસેથી ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન માગવામાં આવ્યું. યૂઝરે આના સ્ક્રીનશૉટ પણ શૅર કર્યા છે. ગૂગલ પ્રમાણે ટૂંક સમયમાં જ આ એપ માટે પ્રીમિયમ સર્વિસ લૉન્ચ થવાની છે, જેના પછી યૂઝર્સને સારા એડિટિંગ ટૂલ્સ મળશે.

tech news technology news google