Google Pay દ્વારા હવે મફત નહીં કરી શકો મની ટ્રાન્સફર, આપવો પડશે ચાર્જ

24 November, 2020 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Google Pay દ્વારા હવે મફત નહીં કરી શકો મની ટ્રાન્સફર, આપવો પડશે ચાર્જ

તસવીર સૌજન્ય જાગરણ

ડિજિટલ પેમેન્ટ પ્લેટફૉર્મ Google Pay આવતા વર્ષે જાન્યુઆરીથી પોતાની પીયર-ટૂ-પીયર પેમેન્ટ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. આને બદલે કંપની એક નવા ઇન્સ્ટેન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ સાથે જોડશે, જેની માટે યૂઝરે ચાર્જ આપવો પડશે. જો કે, કેટલો ચાર્જ આપવો પડશે. તે વિશે કોઇ ખુલાસો નથી કરવામાં આવ્યો.

યૂઝરને આપવો પડશે ચાર્જ
જણાવવાનું કે જ્યારે તમે પોતાના બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો છો, તો પૈસાના ટ્રાન્સફર થવામાં એકથી ત્રણ દિવસનો સમય લાગે છે. તો ડેબિટ કાર્ડથી તરત પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય છે. કંપનીએ સપોર્ટ પેજની જાહેરાત કરી છે કે જ્યારે તમે ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરો છો, તો 1.5 ટકા કે 0.31 ડૉલર( કે વધુ) ચાર્જ લાગે છે. એવામાં ગૂગલ તરફથી પણ ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પર ચાર્જ વસૂલવામાં આવી શકે છે.

જાન્યુઆરી 2021થી બંધ થશે સર્વિસ
9 to 5 Googleના રિપોર્ટ પ્રમાણે હાલના સમયમાં ગૂગલ પે મોબાઇલ કે પછી પે ડૉટ ગૂગલ ડૉટ કોમ પરથી મફતમાં પૈસા મોકલવા અને રિસીવ કરવાની સુવિધા આપે છે. જો કે, ગૂગલ તરફથી નોટિસ જાહેર કરીને વેબ એપ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એવામાં યૂઝર્સ વર્ષ 2021ની શરૂઆતથી પે ડૉટ ગૂગલ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર નહીં કરી શકે. આ માટે યૂઝરે ગૂગલ પેનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે ગૂગલે સ્પષ્ટતા કરી છે કે ગૂગલ પેના સપોર્ટ પેજને પણ આવતા વર્ષે જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે.

ગૂગલ પેમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર
ગૂગલ તરફથી ગયા અઠવાડિયે ઘણાં બધાં ફિચર્સ રજૂ કરવામાં આવ્યા છે. આ બધાં ફિચર અમેરિકન એન્ડ્રૉઇડ અને iOS યૂઝર માટે રોલઆઉટ કરવામાં આવ્યા છે સાથે જ કંપનીએ ગૂગલ પેના લોગોમાં પણ ફેરફાર કર્યો છે.

tech news technology news google