Google હવે ઓરિજનલ રીપોર્ટીંગને પ્રાધાન્ય આપશે,અલ્ગોરિધમમાં ફેરફાર કર્યા

15 September, 2019 02:25 PM IST  |  Mumbai

Google હવે ઓરિજનલ રીપોર્ટીંગને પ્રાધાન્ય આપશે,અલ્ગોરિધમમાં ફેરફાર કર્યા

ગુગલ ન્યુઝ

Mumbai : ઇન્ટરનેટ દુનિયાની સૌથી જાયન્ટ કંપની Google એ પોતાના અલ્ગોરિધમમાં મોટા ફેરફાર કર્યા છે. ગુગલે પોતાના ન્યુઝ સર્ચ એન્જિન અલ્ગોરિધમમાં ફેરફાર કર્યા છે. ગુગલનાઆ ફેરફાર કરવા માટે કંપનીએ 10 હજારથી વધારે હ્યુમન રિવ્યૂઅરને ઇન્સ્ટ્રક્શન આપ્યાં છે. આ નવા અલ્ગોરિધમથી હવે ગૂગલ ન્યૂઝ સર્ચમાં ઓરિજનલ રિપોર્ટિંગના રિઝલ્ટને પ્રાયોરિટી આપવામાં આવશે.


અમે હવે ઓરિજિનલ આર્ટિકલ્સને વધુ મહત્વ આપીશું : Google
ગૂગલે જણવ્યું કે, 'સામાન્ય રીતે અમે ન્યૂઝ રિઝલ્ટમાં લેટેસ્ટ અને ન્યૂઝ સ્ટોરીનાં વર્ઝન બતાવીએ છીએ. અમે અમારી પ્રોડક્ટ્સમાં વૈશ્વિક સ્તરે ફેરફારો કર્યા છે, જેથી ઓરિજિનલ આર્ટિકલ્સને પ્રાયોરિટી મળી શકે. ઓરિજિનલ આર્ટિકલ્સ હવે હાઈલી વિઝિબલ પોઝિશન પર વધારે સમય સુધી જોવા મળશે.'


ગુગલ ન્યૂઝના વાઇસ પ્રેસિડેન્ટ, રિચર્ડે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજની સમાચારની ઝડપી ગતિવિધિમાં, કોઈ વિષય પરનું રિઅલ રિપોર્ટિંગ હંમેશાં લાંબા સમય સુધી સ્પોટલાઇટમાં રહેતું નથી.ગૂગલ ન્યૂઝમાં ફેરફાર કરવાનો હેતુ લોકોને સાચા સમાચારથી અવગત કરાવવાનો છે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

ગુગલ ન્યુઝમાં ટ્રેન્ડિંગ અને વ્યાપક કવરેજને પ્રાધાન્ય આપવામાં આવે છે
ગૂગલના જણાવ્યા મુજબ, ઓરિજિનલ રિપોર્ટિંગનું કોઈ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું નથી, જોકે અલગ અલગ ન્યૂઝરૂમ્સ અને પબ્લિશર્સ માટે તે અલગ અલગ હોઈ શકે છે. તેના માટે ગૂગલ સતત સ્ટોરીના લાઈફ સાયકલને સમજશે.ગૂગલ ન્યૂઝમાં ટ્રેન્ડિંગ ટોપિક અને વ્યાપક કવરેજને પ્રાયોરિટી આપવામાં આવે છે. હ્યુમન રિવ્યુઅર્સના રિપોર્ટથી ગૂગલ જણાવે છે કે ક્વૉલિટી રિપોર્ટ્સને આધાર બનાવીને ન્યૂઝને પ્રાયોરિટી આપવામાં આવશે.

technology news google