આવી ગઈ છે લેટેસ્ટ સિસ્ટમ Android Q, આમ તમારા સ્માર્ટફોનમાં કરો ઈન્સ્ટોલ

21 March, 2019 04:29 PM IST  | 

આવી ગઈ છે લેટેસ્ટ સિસ્ટમ Android Q, આમ તમારા સ્માર્ટફોનમાં કરો ઈન્સ્ટોલ

એન્ડ્રોઈડ ક્યુ

ગૂગલની નવી એન્ડ્રોઈડ ક્યુ ઓપરેટિંગ સિસ્ટમ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમને બીટા વર્ઝનમાં રજૂ કરવામાં આવી છે. સૌથી પહેલા આ અપડેટ ગૂગલ પિક્સલ ડિવાઈસમાં આપવામાં આવી હતી. જે પિક્સલ 2, પિક્સલ 2XL, પિક્સલ 3, પિક્સલ 3XL સ્માર્ટફોન્સ છે. જો તમે પણ પિક્સલ સ્માર્ટફોન વાપરો છો તો તમે પણ એન્ડ્રોઈડ ક્યુ અપડેટ કરી શકો છો. જો કે, આ પહેલા એ ધ્યાન રાખવું જરૂરી છે કે ફોન અપડેટ કરતાં પહેલા પોતાનો ડેટા બેકઅપ લેતાં ન ભૂલવું. અહીં તમને જણાવીએ કે તમે કેવી રીતે એન્ડ્રોઈડ ક્યુ ઈન્સ્ટોલ અને ડાઉનલોડ કરી શકશો.

પિક્સલ સ્માર્ટફોનમાં આ રીતે કરો એન્ડ્રોઈડ ક્યુ બીટા વર્ઝન અપડેટ

1. યૂઝરે સૌ પ્રથમ google.com/android/beta પર જવું.

2. ત્યાર બાદ એન્ડ્રોઈડ બીટા પ્રોગ્રામ માટે એનરોલ કરવું.

3. એનરોલ થઈ ગયા પછી યૂઝરને એક નોટિફિકેશન આવશે. જેમાં લખેલું હશે કે તમારી સિસ્ટમ અપડેટ માટે તૈયાર છે.

4. તેના પછી તમને ઈન્સ્ટોલનું ઓપ્શન આવશે. ઈન્સ્ટોલ કર્યા પછી તમારે સ્માર્ટફોનને રિસેટ કરવો પડશે.

5. આમ તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ક્યુ બીટા આવી જશે.

જો તમે તમારા જુના વર્ઝનમાં જવા માગો છો તો બીટા વેબસાઈટ પર જઈ ઓપ્ટ આઉટ ઓપ્શન ક્લિક કરી શકો છો. આમ કર્યાના 24 કલાક દરમિયાન એક અપડેટ આવશે. આ અપડેટ પછી તમારે તમારા સ્માર્ટફોને રિસેટ કરવો પડશે.

આ પણ વાંચો : હોળી 2019 : હોળી રમતા જો ફોન પલળે તો ચિંતા ન કરો, આ સ્ટેપ્સ કરો ફૉલો

એન્ડ્રોઈડ ક્યુ બીટા

આ નવા ઓપરેટિંગ સિસ્ટમના બીટા વર્ઝનને એન્ડ્રોઈડ ક્યુ રોલ આઉટ કરી દેવામાં આવેલ છે. ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટે (એન્જિનિયરિંગ) પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા એપ ડેવલપર્સનો ઓપરેટિંગ સિસ્ટમના મેઈન ફિચર્સ વિશે જણાવ્યું હતું. એન્ડ્રોઈડ ક્યુમાં એક્સ્ટ્રા પ્રાઈવસી અને સિક્યોરિટી પર ફોકસ કરવામાં આવશે. એપ ડેવલપર્સ આ નવા એપરેટિંગ સિસ્ટમના કેમેરા ફિચર્સ જેમ કે ડેપ્થ મોડમાં વધુ 3D ફિલ્ટર્સ, કસ્ટમાઈઝ્ડ ફિલ્ટર્સ વગેરે આપવામાં આવશે, આ એપ લોડ થતા ઓછામાં ઓછો સમય લાગશે.

google android tech news