Google Nest Hub ડિવાઈસ ભારતમાં થયું લોન્ચ, આટલી કિંમતમાં મળેશ

26 August, 2019 08:25 PM IST  |  Mumbai

Google Nest Hub ડિવાઈસ ભારતમાં થયું લોન્ચ, આટલી કિંમતમાં મળેશ

ગુગલ નેસ્ટ હબ

Mumbai : ભારતમાં Google પોતાનું પહેલું સ્માર્ટ ડિવાઈસ 'ગૂગલ નેસ્ટ હબ' (Google Nest Hub)લોન્ચ કર્યું છે. આ ડિવાઈસને ગૂગલની નેસ્ટ સીરિઝ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસ ગૂગલ આસિસ્ટન્ટથી પાવર્ડ છે. અમેરિકા સહિત અન્ય દેશોમાં આ ડિવાઈસ ઘણા સમયથી ઉપલબ્ધ છે. ભારતમાં આ ડિવાઈસને સોમવાર (26 ઓગસ્ટ)થી ખરીદી શકાશે.


જાણો, શું છે ફિચર્સ
ગૂગલનું આ સ્માર્ટ ડિવાઈસ 200 મિલિયન ડિવાઈસની સાથે કમ્પેટિબલ છે. ડિવાઈસ 3,500 કરતા વધારે બ્રાન્ડ્સની ડિવાઈસને સપોર્ટ કરે છે. આ ડિવાઈસમાં 7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેની બોડીમાં ફાઈબર કોટિંગ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસથી યુઝર ઓડિયો કોલ કરી શકે છે અને સાથે ઘણા અપ્લાયન્સ જેમ કે, ટીવી, એસી, સ્માર્ટ સ્પીકર્સ, સિક્યોરિટી કેમેરાને પણ કંટ્રોલ કરી શકે છે. ડિવાઈસમા ઈનબિલ્ટ વૂફર સ્ટીરિયો સ્પીકર્સ અને 6.4 મેગાપિક્સલનો કેમેરા છે. તેને ટેબલેટની જેમ ઉપયોગ કરી શકાય છે. સાથે અલાર્મનું કામ પણ કરશે.


જાણો, કેટલી છે કિંમત
ભારતમાં આ ડિવાઈસની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. તેને ફ્લિપકાર્ટ, ક્રોમા, રિલાયન્સ અને ટાટા ક્લિક પરથી ખરીદી શકાશે. અન્ય દેશોમાં ચારકલરમાં આ ડિવાઈસ ઉપલબ્ધ છે પરંતુ ભારતમાં તે માત્ર વ્હાઈટ અને ડાર્ક ગ્રે કલરમાં મળશે. આ ડિવાઈસની સાથે શાઓમીનો Mi સિક્યોરિટી કેમેરાને 1,799 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઓફર ફ્લિપકાર્ટ અને ટાટા ક્લિક પર ઉપલ્ધ છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

યુઝર્સ મેપમાં ટ્રાફિકની જાણકારી પણ મેળવી શકશે
યુઝર આ ડિવાઈસના મેપ્સ દ્વારા ટ્રાફિકની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. ડિવાઈસમાં કેલેન્ડર ઈવેન્ટ લિસ્ટ, સ્માર્ટ બલ્સ બ્રાઈટનેસ લેવલ અને થર્મોસ્ટેટ ટેમ્પરેચરની પણ જાણકારી મેળવી શકાય છે. યુઝરની પ્રાઈવસી માટે માઈક્રોફોનને ટોગલ કરવા માટે ડેડિકેટેડ, ફિઝિકલ સ્વિચ પણ આપવામા આવી છે. આ સ્વિચ ટચસ્ક્રીનની પાછળ આપવામા આવી છે. જોકે, આ ડિવાઈસમાં કેમેરો આપવામા આવ્યો નથી, જેને કારણે તમે વીડિયો કોલિંગ કરી શકશો નહીં. આ ઉપરાંત આ ડિવાઈસમાં બેટરી પણ નથી એટલે તેને ઓન રાખવા માટે તમારે હંમેશાં પાવર સોર્સ સાથે જોડીને રાખવું પડશે. એન્ડ્રોઈડ અથવા iOS ડિવાઈસમાં ગૂગલ હોમ ડાઉનલોડ કરીને તેને કંટ્રોલ કરી શકાય છે.

technology news google