ખુલ્લામાં શૌચની આદત બદલો, Google ને પૂછી લો ક્યાં છે ટૉયલેટ

02 October, 2019 07:22 PM IST  |  મુંબઈ ડેસ્ક

ખુલ્લામાં શૌચની આદત બદલો, Google ને પૂછી લો ક્યાં છે ટૉયલેટ

પ્રતીકાત્મક તસવીર

જો તમને ખુલ્લામાં શૌચ કરવાની આદત છે તો હવે તમે આ આદત બદલી નાખો, હવે તો એ બહાનું પણ નહીં ચાલે કે અમને ખબર નથી કે આસપાસ શૌચાલય ક્યાં છે. સ્વચ્છ ભારત મિશન અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના સહયોગથી ખુલ્લામાં શૌચ કરવાની મુશ્કેલીથી લડવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. આ હેઠળ ગૂગલે ત્રણ શહેર નવી દિલ્હી, ભોપાલ અને ઇન્દોરમાં પાયલટ પ્રૉજેક્ટ તરીકે 2016માં કામ શરૂ કર્યું હતું. હવે આ કામ પૂરું થઈ ચૂક્યું છે. આ ત્રણે શહેરોમાં બનાવવામાં આવેલા શૌચાલયોને ગૂગલ મૅપ સાથે જોડી દેવામાં આવ્યા છે. જો તમે આ ત્રણ શહેરોમાંથી કોઇ રસ્તા પરથી પસાક થાઓ છો અને એવા કોઇક શૌચાલયની શોધ કરી રહ્યા છો તો તમારે ગૂગલની મદદ લેવાની રહેશે. ત્યાંથી તમને સૌથી નજીકના શૌચાલયની ડિટેલ મળી જશે.

Google Map કરશે મદદ
ગૂગલ મૅપ્સના સીનિયર પ્રોગ્રામ મેનેજર એનલ ઘોષે જણાવ્યું કે ગૂગલ મૅપ્સ સાથે, અમારો ઉદ્દેશ હંમેશાં લોકોની મદદ કરવાનો છે કારણકે તે વિશ્વમાં જ્યાં પણ છે, પોતાના સ્માર્ટફોન પર આવી બાબતોને નેવિગેટ કરે છે, અમે તેમની મદદ કરવા માટે કામ કરીએ છીએ. આ ત્રણ શહેરોમાં બનાવવામાં આવેલા બધાં જ શૌચાલયોની મૅપિંગ કરી લેવામાં આવી છે.

ગૂગલ મૅપિંગ સાથે જોડાયેલા છે બધાં જ શૌચાલયો
તેમણે કહ્યું કે અમારું માનવું છે કે સાર્વજનિક સ્વચ્છતા સુવિધાઓ વિશે લોકો સુધી સરળતાથી માહિતી પહોંચી જાય, આ સામાજિક ભલાઇ માટે એક મહત્વપૂર્ણ તત્વ છે. કેન્દ્ર સરકારે દેશમાં સાફસફાઇ માટે જે આધારશિલા રાખી છે તેમાં વધારો કરવા માટે આ કામ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ શહેરોમાં જે જે સ્થળે આવા સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવ્યા હતે તે બધાંની મૅપિંગ કરી દેવામાં આવી છે. મૅપિંગ પછી હવે પ્રત્યેક માટે આ શોધવું સરળ થઈ ગયું છે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

ગૂગલને પૂછો ક્યાં છે શૌચાલય
તેમણે જણાવ્યું કે જો સ્માર્ટફોન ઉપયોહ કરતો વ્યક્તિ ગૂગલ પર જઇને ત્યાં આ બાબો વિશે શોધે છે તો ગૂગલ પોતાના સૉફ્ટવૅર અને મૅપિંગ દ્વારા શોધ કરનારાને ત્યાં પહોંચવાનો સરળ માર્ગ દર્શાવશે. કેટલીક વાર અમુક અંતરે આ વસ્તુઓ હોય છે પણ તેના વિશે ખબર ન હોવાથી ખુ્લ્લામાં મૂત્ર વિસર્જન કરી દેતા હોય છે. એવા લોકોને હવે સરળતાથી આ વસ્તુઓ તેમના રસ્તામાં મળી જશે.

google tech news technology news