Googleએ બનાવ્યું Mother's Day Doodle, મા માટે ક્રાફ્ટ કરી શકશો કાર્ડ

10 May, 2020 05:34 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Googleએ બનાવ્યું Mother's Day Doodle, મા માટે ક્રાફ્ટ કરી શકશો કાર્ડ

તસવીર સૌજન્ય ગૂગલ

લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલે માતૃદિવસ નિમિત્તે ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ દ્વારા તમે તમારી માતા માટે ગ્રીટિંગ કાર્ડ ક્રાફ્ટ કરી શકશો. આ ડૂડલનો ઉપયોગ કરીને તમે તમારી રીતે કાર્ડ ક્રાફ્ટ કરી શકશો. આ ક્રાફ્ટિંગ ડૂડલમાં તમે ઘણાં બધાં એલિમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. કાર્ડ ક્રાફ્ટ કર્યા પછી તે કાર્ડ તમારી માતા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ અને મેસેજ દ્વારા મોકલી શકો છો.

Google હંમેશાં કોઇક ખાસ અવસરે Doodle બનાવીને તે ઇવેન્ટને યાદગાર બનાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગૂગલે કોરોનાવાયરસને કારણે ઘરમાં રહેતાં લોકોના મનોરંજન માટે પોતાના ડૂડલ પૉપ્યુલર ગેમ્સ સીરીઝની શરૂઆત કરી છે. આ સીરીઝમાં દરરોજ ગૂગલ ડૂડલમાં તમે ડૂડલની લોકપ્રિય રમતો રમી શકો છો. આ ગેમ્સમાં ક્રિકેટ, મ્યૂઝિક પ્લે જેવી ઘણી રમતો છેલ્લા કેટલાક દિવસથી ફરી ડૂડલ દ્વારા લૉન્ચ કરવામાં આવી છે. આમાં મોટા ભાગની રમતો 90ના દાયકામાં લોકપ્રિય થઈ હતી.

કેવી રીતે બનાવવું Mother's Dayનું કાર્ડ ડિઝાઇન કરવા માટે તમારે સૌથી પહેલા ગૂગલના હોમ પેજ પર જવાનું રહેશે.

ત્યારબાદ આપેલા ડૂડલ પર ક્લિક કરવું.

ડૂડલ પર ક્લિક કર્યા પછી એક નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારે Happy Mother's Day કાર્ડ ક્રાફ્ટ કરવાનો વિકલ્પ મળશે.

ગૂગલ ડૂડલના ક્રાફ્ટિંગ પેજ પર તમને નીચે ઘણાં બધાં શેપ્સ મળશે. આ શેપ્સનો ઉપયોગ કરીને તમે તમારું કાર્ડ ડિઝાઇન કરી શકશો.

કાર્ડમાં ઉપયોગ કરવામાં આવતાં શેપ્સની પસંદગી કરવા માટે તમારે એરો પર ક્લિક કરવાનું રહેશે. જે શૅપ પર તમે કર્સર લઈ જશો તેનો ઉપયોગ તમે કાર્ડ ડિઝાઇન કરવા માટે કરી શકશો.

કાર્ડ ડિઝાઇન કર્યા પછી તમે સેન્ડ ઑપ્શન પર ક્લિક કે ટેપ કરીને તમારું કાર્ડ શૅર કરી શકશો.

Send પર ક્લિક કર્યા પછી તમને ફેસબૂક અને ટ્વિટર પર કાર્ડ શૅર કરવાના ડાયરેક્ટ ઑપ્શન મળશે. સાથે જ ઇ-મેઇલ કરવાનો પણ ઑપ્શન મળશે. જો, તમે આ કાર્ડને મેસેજ દ્વારા મોકલવા માગો છો તો લિન્ક પર ક્લિક કરી પોતાની માતાને વૉટ્સએપ કે એસએમએસ કરી શકો છો.

tech news technology news google